Malaika Arora ની સાચી ઉંમર જાણી આવી જશે ચક્કર, જુનો વીડિયો વાયરલ થતાં થયો ખુલાસો

Malaika Arora: આ વખતે મલાઈકા અરોરા તેની ઉંમરના કારણે ચર્ચામાં આવી છે. મલાઈકા અરોરાનો એક જુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મલાઈકાએ પોતાની ઉંમરને લઈને એવી વાત જણાવી હતી જેને જાણીને તમે દંગ રહી જશો.

Malaika Arora ની સાચી ઉંમર જાણી આવી જશે ચક્કર, જુનો વીડિયો વાયરલ થતાં થયો ખુલાસો

Malaika Arora: પોતાના ગ્લેમરસ લુકના કારણે મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. સતત લાઈન લાઈટ માં રહેતી મલાઈકા અરોરા સૌથી વધારે ચર્ચામાં તો એ વાતને લઈને છે કે તે અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. અર્જુન કપૂર ઉંમરમાં મલાઈકા કરતા 12 વર્ષ નાનો છે. આ વાતને લઈને મલાઈકા ટ્રોલર્સના નિશાન પર હંમેશા રહે છે. પરંતુ આ વખતે મલાઈકા અરોરા તેની ઉંમરના કારણે ચર્ચામાં આવી છે. મલાઈકા અરોરાનો એક જુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મલાઈકાએ પોતાની ઉંમરને લઈને એવી વાત જણાવી હતી જેને જાણીને તમે દંગ રહી જશો.

આ પણ વાંચો: 

મલાઈકા અરોરા નો આ વિડીયો સાજીદ ખાનના એક શોનો છે. આ શોમાં અભિનેત્રી પોતાના એક્સ હસબન્ડ અરબાઝ ખાન સાથે પહોંચી હતી. બંનેને સાજીદ ખાને કેટલાક પ્રશ્ન પૂછ્યા હતા જેના જવાબ બંને આપ્યા હતા. આ ઇન્ટરવ્યૂ દરમ્યાન મલાઈકા અરોરા ની ઉંમરનો ખુલાસો થયો હતો. ઇન્ટરવ્યૂ દરમિયાન સાજીદ ખાને મલાઈકાને પૂછ્યું હતું કે અરબાઝને કેવું લાગે છે કારણ કે તે ઉંમરમાં મલાઈકા કરતા બે વર્ષ નાનો છે. તેનો જવાબ આપતા અભિનેત્રીએ કહ્યું હતું તેને સારું લાગે છે. આ વાત પરથી સાબિત થાય છે કે અરબાઝ ખાન પણ મલાઈકા અરોરા કરતા ઉંમરમાં નાનો હતો. 

હવે ચર્ચાઓ એ વાતથી શરૂ થઈ છે કે વિકિપીડિયા પર અરબાઝ ખાનની ઉંમર 55 વર્ષ દેખાડવામાં આવી છે. તેવામાં જો મલાઈકા અરોરા અરબાઝ ખાન કરતા બે વર્ષ મોટી હોય તો તેની ઉંમર 57 વર્ષની થાય છે. પરંતુ વિકિપીડિયામાં મલાઈકા અરોરાની ઉંમર 49 વર્ષ દર્શાવવામાં આવી છે. આ વાતને લઈને મલાઈકા અરોરાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.  આ વિડીયો પર લોકો કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે તો કેટલાકનું કહેવું છે કે જો ખરેખર મલાઈકા 57 વર્ષની હોય તો તે ખરેખર હોટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news