ઐશ્વર્યા પાસેથી છિનવાયો પ્રોજેક્ટ? સાસુ-સસરાએ પણ ન કરી મદદ?

કેટરિના હાલમાં પોતાની કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે

ઐશ્વર્યા પાસેથી છિનવાયો પ્રોજેક્ટ? સાસુ-સસરાએ પણ ન કરી મદદ?

મુંબઈ : બોલિવૂડ સ્ટાર  ઐશ્વર્યા રાય બચ્ચન અને તેના સાસુ-સસરા લાંબા સમયથી એક જ્વેલરી બ્રાન્ડને એ્ન્ડોર્સ કરી રહ્યા છે. હાલમાં અમિતાભની દીકરી શ્વેતાએ પણ આ જ્વેલરી બ્રાન્ડ માટે એડ શૂટ કરી હતી. જોકે હવે એમાં કંઈ  મોટાપાયે ફેરબદલ થઈ હોવાના સંકેત મળ્યા છે. હાલમાં કેટરિના કૈફે જાજરમાન જ્વેલરી સાથે પોતાની તસવીરો ટ્વીટ કરી છે અને રસપ્રદ વાત તો એ છે કે આ ટ્વીટ સાથે તેણે જ્વેલરી બ્રાન્ડને ટેગ કરી છે જેના માટે અત્યાર સુધી ઐશ્વર્યા રાય એન્ડોર્સમેન્ટ કરતી હતી. હાલમાં કેટરિના પોતાની કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારે તેને આ મોટો પ્રોજેક્ટ મળ્યો હોવાની ચર્ચા છે. 

— Katrina Kaif 4 Ever (@katrinak4ever) May 30, 2018

કેટરિનાની આ ટ્વીટ પછી બોલિવૂડમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જ્વેલરી બ્રાન્ડ અને ઐશ્વર્યા રાય બચ્ચનના સંબંધો પર પુર્ણવિરામ મુકાઈ ગયું છે અને આ મામલામાં સાસુ તેમજ સસરાએ પણ કોઈ મદદ નથી કરી. જોકે એક અન્ય ચર્ચા પ્રમાણે જ્વેલરી બ્રાન્ડ કદાચ મલ્ટી સ્ટાર પ્રમોશન પણ કરી શકે છે. 

કરિયરની વાત કરીએ તો કેટરિનાની આગામી ફિલ્મ છે આનંદ એલ. રાયની 'ઝીરો'. આ ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન તેમજ અનુષ્કા શર્મા કામ કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે અભય દેઓલ પણ આ ફિલ્મમાં કેટરિનાના બોયફ્રેન્ડનો રોલ કરી રહ્ય છે.  આ ફિલ્મ 2018ના ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news