પ્રિન્સ નરુલા ડુબી ગયો છે દુખના દરિયામાં ! કારણ કે...

28 વર્ષનો પ્રિન્સ નરુલા રોડીઝ એક્સ 2, સ્પિલ્ટ્સ વિલા 8 અને બિગ બોસ 9 જેવા રિયાલિટી શોનો વિનર રહી ચૂક્યો છે. 

પ્રિન્સ નરુલા ડુબી ગયો છે દુખના દરિયામાં ! કારણ કે...

મુંબઈ : રિયાલિટી શોથી ફેમસ થયેલા પ્રિન્સ નરુલા પર હાલમાં દુખનો પહાડ તુટી પડ્યો છે. પ્રિન્સ નરૂલાનો ભાઈ રુપેશ કેનેડાના ટોરેન્ટો ખાતે રહેતો હતો. રિપોર્ટ પ્રમાણે રુપેશનું મોત સોમવારે ત્યારે થયું જ્યારે તે સ્કારબોરો (ટોરન્ટો)ના બ્લફર્સ પાર્કમાં કેનેડા ડે સેલિબ્રેટ કરી રહ્યો હતો. કથિત રીતે રુપેશ મિત્રો સાથે કેનેડા ડે સેલિબ્રેટ કરવા માટે ગયો હતો. ત્યારે નદીના વહેણમાં તે વહી ગયો. તેને તરતાં નહોતું આવડતું તેથી ડૂબવાના કારણે તેનું મોત થઈ ગયું. રુપેશ લગ્ન ત્રણ મહિના પહેલા થયા હતા અને આ મહિનામાં જ તેની પત્ની તેને મળવા માટે કેનેડા જવાની હતી.

પ્રિન્સને ભાઈના અપમૃત્યુના દુખદ સમાચાર ત્યારે મળ્યા જ્યારે તેની તે પોતાની પત્ની યુવિકા ચૌધરી સાથે ડાન્સિંગ રિયાલિટી શો નચ બલિયે 9નું શૂટિંગ કરી રહ્યો હતો. આ સમાચાર સાંભળતા જ પડી ભાંગ્યો હતો. હાલ તે પત્ની સાથે રુપેશના અંતિમ સંસ્કાર માટે કેનેડા રવાના થઈ ગયો છે.

28 વર્ષનો પ્રિન્સ નરુલા રોડીઝ એક્સ 2, સ્પિલ્ટ્સ વિલા 8 અને બિગ બોસ 9 જેવા રિયાલિટી શોનો વિનર રહી ચૂક્યો છે. તેણે બઢો બહૂ, લાલ ઈશ્ક અને નાગિન 3માં પણ કામ કર્યું છે. હાલ તે પત્ની યુવિકા સાથે નચ બલિયે 9 માટે તૈયારીઓ કરી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news