રિશી કપૂરની દીકરી ચોર ? સોશિયલ મીડિયા પર પણ માંગી માફી

રિશી કપૂરની દીકરી રિદ્ધિમા જ્વેલરી ડિઝાઇનર છે

રિશી કપૂરની દીકરી ચોર ? સોશિયલ મીડિયા પર પણ માંગી માફી

મુંબઈ : બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરની બહેન અને રિશી કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર પર પ્લેજરિઝમ (તફડંચી)નો આરોપ લાગ્યો છે. રિદ્ધિમા જ્વેલરી ડિઝાઇનર છે અને આ આરોપ પછી રિદ્ધિમા તરફથી માફી માંગવામાં આવી છે. પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી માફીમાં રિદ્ધિમાએ એ વાત પર ભાર મૂક્યો કે, તેના ત્યાં કોઈપણ પ્રકારના પ્લેજરિઝમને પ્રોત્સાહન આપવામાં આવતું નથી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Riddhima Kapoor Sahni (@riddhimakapoorsahniofficial) on

હકીકતમાં ઈન્સ્ટાગ્રામ યૂઝરે પોતાના પેજ પર મોતી અને ડાયમંડ જડિત ઈયરિંગનો ફોટો પોસ્ટ કર્યો. આ ડિઝાઈન રિદ્ધિમા કપૂરના બ્રાન્ડની કહેવામાં આવી હતી. જોકે યુઝરે આરોપ મૂક્યો છે કે આ ડિઝાઇન હકીકતમાં જાપાની જ્વેલરી ડિઝાઈનર Mikimoto Kokichiની જ્વેલરી બ્રાન્ડની નકલ છે જેને રિદ્ધિમા પોતાના નામે ચડાવી રહી છે. 

આ વિવાદ પછી રિદ્ધિમા કપૂરે નિવેદન  રજૂ કર્યું છે. સોશિયલ મીડિયા દ્વારા રિદ્ધિમાએ લખ્યું કે, ‘રિદ્ધિમા કપૂર સાહની જ્વેલરી અંતર્ગત અમે કોઈપણ પ્રકારની તફડંચીને પ્રોત્સાહિત કરતા નથી. Mikimoto Kokichi દ્વારા ડિઝાઈન મોતી અને ડાયમંડ ઈયરિંગ્સને પોસ્ટ કરતી વખતે ઓરિજિનલ ડિઝાઈનરને ટેગ ન કરવા માટે અમે માફી માગીએ છીએ. અમે દરેક ડિઝાઈનરનું સન્માન કરીએ છીએ અને ક્યારેય તેમની નકલ કે અપમાન નહીં કરીએ. ધન્યવાદ.’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news