40 ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણનો ઉઠાવશે ખર્ચ : 1000 બાળકોના જીવ બચાવ્યા, 2 ગામો લીધા છે દત્તક

Mahesh Babu to fund 40 students education: સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુએ (Mahesh Babu) તેમના પિતા કૃષ્ણાની પુણ્યતિથિ પર નિર્ણય લીધો છે કે તેઓ 40 ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવશે.

40 ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણનો ઉઠાવશે ખર્ચ : 1000 બાળકોના જીવ બચાવ્યા, 2 ગામો લીધા છે દત્તક

ટોલીવુડના પ્રિન્સ કહેવાતા અભિનેતા મહેશ બાબુ (Mahesh Babu) તેમના અભિનય અને ઉમદા કાર્યો માટે જાણીતા છે. તે ઘણીવાર ગરીબોની મદદ કરતા જોવા મળે છે, તેથી તેને દિલથી અમીર પણ કહેવામાં આવે છે. 2 દિવસ પહેલં તેમના સુપરસ્ટાર પિતા કૃષ્ણા ઘટ્ટમાનેનીની (Krishna Ghattamaneni) પુણ્યતિથિ હતી. 15 નવેમ્બર 2022 ના રોજ તેમનું અવસાન થયું. આવી સ્થિતિમાં તેમના પિતાની પુણ્યતિથિ પર સાઉથ સ્ટારે તેમની યાદમાં સ્મારક સેવાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન મહેશ બાબુએ ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. તેણે પોતાના પિતાની યાદમાં આ નિર્ણય લીધો છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, મહેશ બાબુ અને તેની પત્ની નમ્રતા શિરોડકરે (Namrata Shirodkar) વર્ષ 2020માં મહેશ બાબુ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેમના પિતાની પ્રથમ પુણ્યતિથિ પર મહેશ બાબુ ફાઉન્ડેશને સુપરસ્ટાર ક્રિષ્ના શૈક્ષણિક ફંડની સ્થાપના કરી. આ શૈક્ષણિક ફંડ અંતર્ગત આર્થિક રીતે નબળા અને ખાસ કરીને હૃદયરોગથી પીડાતા બાળકોને મદદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેનો ખર્ચ મહેશ બાબુ ફાઉન્ડેશન હેઠળ ઉઠાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે મહેશ અને નમ્રતાનો દીકરો ગૌતમ જન્મથી જ હૃદયની બિમારી સાથે થયો હતો. તે 40 બાળકોને શાળાથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના શિક્ષણમાં મદદ કરવાની વાત થઈ છે.

આવકના 30% કરે છે દાન 
મહેશ બાબુ ફિલ્મો, અભિનય અને અન્ય વ્યવસાયોમાંથી તેમની વાર્ષિક આવકના 30 ટકા જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપે છે. આટલું જ નહીં, અભિનેતા લોકોની મદદ કરવામાં ક્યારેય પાછળ રહેતો નથી. વર્ષ 2014માં, તેમણે હુદહુદ ચક્રવાતથી તબાહ થયેલા વિસ્તારના લોકો માટે મદદનો હાથ પણ લંબાવ્યો હતો. તેણે આંધ્ર પ્રદેશ રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. તેના માતા-પિતાએ પણ 25 લાખ રૂપિયા અલગથી દાનમાં આપ્યા હતા.

1000 બાળકોના જીવ બચાવ્યા
મહેશ બાબુના સારા કાર્યોની ગણતરી કરવી સરળ નથી. તે એનજીઓ ચલાવે છે. અભિનેતા રેઈન્બો ચિલ્ડ્રન્સ હોસ્પિટલ સાથે સહયોગી છે અને હૃદયની બીમારીથી પીડિત ગરીબ બાળકોને મફત સારવાર પણ આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે હાર્ટ સર્જરી કરાવીને 1000 થી વધુ બાળકોના જીવ બચાવ્યા છે.

બે ગામો પણ દત્તક લીધા
એટલું જ નહીં મહેશ બાબુએ બે ગામોને દત્તક પણ લીધા છે. એકે વર્ષ 2015માં પોતાના પિતા કૃષ્ણા બાબુના ગામ બુરીપાલેમને દત્તક લેવાની જાહેરાત કરી હતી, જો કે બાદમાં સમાચાર એવા પણ આવ્યા કે બુરીપાલેમની સાથે તેણે સિદ્દાપુર નામનું બીજું ગામ દત્તક લીધું હતું. તે ગામોના રસ્તા, શાળા, હોસ્પિટલ, પીવાનું પાણી વગેરે જેવી સુવિધાઓની સંપૂર્ણ જવાબદારી મહેશ બાબુ પોતાના ખર્ચે ઉપાડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news