Raju Srivastav Death: રાજૂ શ્રીવાસ્તવનો પરિવાર સાથે અંતિમ વીડિયો સામે આવ્યો, જોઈને આંખો ભીની થઈ જશે
Comedian Raju Srivastav: જાણીતા કોમેડિયન અને ફિલ્મ અભિનેતા રાજૂ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન થયું. તેમને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને દિલ્હીની AIIMS માં દાખલ કરાયા હતા જ્યાં તેમણે ગઈ કાલે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધન બાદ ફિલ્મ જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.
Trending Photos
Comedian Raju Srivastav: જાણીતા કોમેડિયન અને ફિલ્મ અભિનેતા રાજૂ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન થયું. તેમને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને દિલ્હીની AIIMS માં દાખલ કરાયા હતા જ્યાં તેમણે ગઈ કાલે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધન બાદ ફિલ્મ જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. હવે રાજૂ શ્રીવાસ્તવનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ એક કૌટુંબિક કાર્યક્રમમાં હસતાં ગાતા જોવા મળે છે.
પંચમહાભૂતમાં વિલિન થયા રાજૂ શ્રીવાસ્તવ
રાજૂ શ્રીવાસ્તવના પાર્થિવ દેહના આજે સવારે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. રાજૂના ભાઈએ તેમને મુખાગ્નિ આપી. કોમેડિયનને તેમના પરિવારે ભીની આંખોએ વિદાય આપી. રાજૂની વિદાયથી તેમનો પરિવાર તૂટી ગયો છે. તેમના માટે આ પળ પડકારભર્યો છે.
રાજૂ શ્રીવાસ્તવનો છેલ્લો વીડિયો
મળતી માહિતી મુજબ રાજૂ શ્રીવાસ્તવનો આ વીડિયો તેઓ એમ્સમાં દાખલ થયા તેના 15 દિવસ પહેલાનો છે. તબિયત બગડી તેના 15 દિવસ પહેલા તેઓ લખનઉના રાજાજીપુરમમાં એક સંબંધીના ત્યાં લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેઓ પરિવાર સાથે હસતા અને ગાતા જોવા મળ્યા. રાજૂ શ્રીવાસ્તવે કેટલાક ગીતો પણ ગાયા જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
राजू श्रीवास्तव का फैमिली संग आखिरी वीडियो आया सामने, गा रहे थे- 'हमें तुमसे प्यार कितना'#RajuSrivastava #Family #Comedian #Video pic.twitter.com/3GDaFawpJg
— Zee News (@ZeeNews) September 22, 2022
અત્રે જણાવવાનું કે 10 ઓગસ્ટના રોજ રાજૂ શ્રીવાસ્તવ જ્યારે જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને ટ્રેડમિલ પર એક્સસાઈઝ કરતી વખતે છાતીમાં દુ:ખાવો થયો અને તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો છે. એક મહિનાથી વધુ ચાલેલી સારવાર બાદ તેમણે ગઈ કાલે દિલ્હીની એમ્સમાં દમ તોડ્યો.
અનેક ફિલ્મોમાં પણ કર્યું છે કામ
મનોરંજન જગતમાં 1980 ના દાયકાના અંતથી સક્રિય રાજૂ શ્રીવાસ્તવને 2005માં સ્ટેન્ડ અપ કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ' ની પહેલી સીઝનમાં ભાગ લીધા બાદ ઘણી લોકપ્રિયતા મળી હતી. તેમણે મેને પ્યાર કીયા, બાઝીગર, બોમ્બે ટુ ગોવા (રીમેક) અને આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ બીગ બોસ સીઝન 3માં પણ જોવા મળ્યા હતા. રાજૂ થોડા સમય સુધી સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા રહ્યા બાદ 2014માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે