તો શું હવે કૃષ્ણા અભિષેક પણ છોડી દેશે કપિલ શર્મા શો? જાણો શું છે હકિકત

કપિલ શર્મા શો જેટલું લોકોનું મનોરંજન કરાવે છે એટલો જ વિવાદોમાં પણ રહે છે. હાલમાં જ શો સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જે વાંચીને શોના ચાહકોને ઝટકો લાગી શકે છે.

તો શું હવે કૃષ્ણા અભિષેક પણ છોડી દેશે કપિલ શર્મા શો? જાણો શું છે હકિકત

મુંબઇ: કપિલ શર્મા શો જેટલું લોકોનું મનોરંજન કરાવે છે એટલો જ વિવાદોમાં પણ રહે છે. હાલમાં જ શો સાથે જોડાયેલા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જે વાંચીને શોના ચાહકોને ઝટકો લાગી શકે છે. સોશિયલ મીડિયા પર અહેવાલો આવ્યા છે કે, કૃષ્ણા અભિષેક કપિલ શર્મા શો છોડવા માંગે છે. લોકડાઉન બાદ ફરી શરૂ થયેલો કપિલ શર્મા શો લોકોને મનોરંજન પુરું પાડી રહ્યો છે. શોના તમામ કલાકારો ખૂબ જ લોકપ્રિય છે. જેમાં ચાહકોને કૃષ્ણા અભિષેકની કોમેડી વિશેષ પસંદ આવી રહી છે. તેની કપિલ સાથેની જોડી જામી ગઈ છે. પરંતુ હવે આ જોડી કદાચ તૂટી શકે છે.

સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે, કૃષ્ણા હવે કપિલ શર્મા શોનો ભાગ નથી રહેવા માંગતા. ખુદ કૃષ્ણાએ શો દરમિયાન આ વાતનું એલાન સૌની સામે કર્યું કે તે આ શોનો ભાગ નથી રહેવા માંગતા. જેવી આ ખબર વાયરલ થઈ કે, શોના અને કૃષ્ણા અભિષેકના ચાહકો નિરાશ થઈ ગયા અને સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરવા લાગ્યા. જો કે અમે તમને ખુશખબર આપીએ છે કે, કૃષ્ણા અભિષેક શો નથી છોડવાના. આ વાત તેમણે મજાકમાં કહી હતી. કૃષ્ણા કપિલ શર્મા શોનો ભાગ રહેશે જ અને ચાહકોને એન્ટરટેઈન પણ કરતા રહેશે. તેમણે આ વાત મજાકમાં ત્યારે કહી હતી જ્યારે રેમો ડિસૂઝા શોમાં મહેમાન બનીને આવ્યા હતા.

A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on

શોના મેકર્સે આ એપિસોડનો એક પ્રોમો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, રેમો શોમાં આવતા કૃષ્ણા ખુશ નથી. તે ડાન્સ કરતા કરતા સ્ટેજ પર એન્ટ્રી કરે છે, પરંતુ રેમોને જોતા જ કહી દે છે કે તે શો છોડી રહ્યા છે. તે ત્યાં હાજર તમામ મહેમાનોને અલવિદા કહી દે છે. કપિલ કૃષ્ણાને પૂછે પણ છે કે તેઓ કેમ શો છોડી રહ્યા છે. જેના પર કૃષ્ણા મસ્તી કરતા કહે છે કે- આટલા બધા મહેમાનોને કોઈ બોલાવે ખરા? તો કૃષ્ણા રેમોને કહે છે કે, તેણે ઘણા બધા બેકગ્રાઉન્ડ ડાન્સર્સને સ્ટાર બનાવ્યા પરંતુ તેને મોકો જ ન આપ્યો.

કપિલ શર્માનો આગામી એપિસોડ ધમાકેદાર રહેવાનો છે. જેમાં રેમો ડિસૂઝાની સાથે ધર્મેશ, પુનીત પાઠક, સલમાન. રાહુલ શેટ્ટી જેવા ડાન્સર્સ આવવાના છે. કપિલની સાથે તમામે ખૂબ જ મસ્તી કરી છે અને એકબીજાના રાઝ પણ ખોલ્યા છે. એપિસોડના પ્રોમો બાદ ચાહકોમાં તેને જોવાનો ઉત્સાહ વધી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news