શું થયું જ્યારે સોફા પર સાથે બેસી રણબીરની જૂની અને નવી ગર્લફ્રેન્ડ...!!!!

શું થયું જ્યારે સોફા પર સાથે બેસી રણબીરની જૂની અને નવી ગર્લફ્રેન્ડ...!!!!

જરા વિચાર કરો કે કોઈ વ્યક્તિની એક્સ ગર્લફ્રેન્ડ અને હાલની ગર્લફ્રન્ડ એકસાથે બેસી હોય તો શું થાય. આવી ઘટના જો બોલિવુડની સેલિબ્રિટીમાં બની હોય તો તમે પણ આ મોમેન્ટને જોવાનું છોડશો નહિ. આવું જ કંઈક થયું, ‘કોફી વિથ કરણ-6’ સીઝનના પહેલા એપિસોડમાં. આ શોની ઓપનિંગ રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ અને હાલની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ રણવીર કપૂર વિશે વાત કરવા જઈ રહી છે. તેનો પ્રમોશનલ વીડિયો રિલીઝ થઈ ચૂક્યો છે. જેને જોઈને ચોક્કસ કહી શકાય કે આ શો ચટાકેદાર બનવાનો છે.

કોફી વિથ કરણની આ સીઝન બહુ જ મજેદાર રહેવાની છે. કારણ કે, તેની શરૂઆત જ આવી ધમાકેદાર છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કરણ જોહર ઈશારો કરીને કહે છે કે, રણબીર વિશે વાત નહિ થાય. ત્યારે આલિયા તો સ્પષ્ટ ના પાડી દે છે, પરંતુ દીપિકા આ ટાસ્ક લે છે. વીડિયોમાં આલિયા અને દીપિકા વચ્ચેનું સારું બોન્ડિંગ જોઈ શકાય છે. 

કોના પહેલા લગ્ન થશે
આલિયા અને દીપિકામાંથી પહેલા કોના લગ્ન થશે, આ મુદ્દો સીઝનનો ચર્ચાસ્પદ મુદ્દો બનશે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બંનેને આ સવાલ પૂછાય છે, અને તેઓ કેવી રીતે જવાબ આપે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news