B'day Special: ડેથ બાદ રિલીઝ થઇ હતી સ્મિતા પાટિલની આ ફિલ્મ, જાણો તેમની સાથે જોડાયેલા કિસ્સા

દેશના દિગ્ગજ આર્ટ કલાકારોમાં સ્મિતાનું નામ આજે પણ ગણવામાં આવે છે. તેમના સમયમાં સ્મિતાનું નામ શબાના આઝમીની ટક્કરમાં લેવામાં આવતું હતું.

B'day Special: ડેથ બાદ રિલીઝ થઇ હતી સ્મિતા પાટિલની આ ફિલ્મ, જાણો તેમની સાથે જોડાયેલા કિસ્સા

નવી દિલ્હી: બોલીવુડની ફેમસ એક્ટ્રેસ સ્મિતા પાટિલના મોતને 32 વર્ષ થઇ ગયા છે. દેશના દિગ્ગજ આર્ટ કલાકારોમાં સ્મિતાનું નામ આજે પણ ગણવામાં આવે છે. તેમના સમયમાં સ્મિતાનું નામ શબાના આઝમીની ટક્કરમાં લેવામાં આવતું હતું. તેમના કરિયરમાં ફિલ્મ જગત પર કાયમી છાપ છોડનારી સ્મિતાની 14 ફિલ્મ તેમના નિધન પછી રિલીઝ કરવામાં આવી હતી. આજે એટલે 17 ઓક્ટોબરે તેમનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. જાણો તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાર્તાઓ...

સ્મિતા પાટિલનો જન્મ પુણેના એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમના પિતા શિવાજીરાવ પાટિલ મંત્રી અને સંસદ રહી ચુક્યા છે. કોંગ્રેસની તરફથી તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.

પુણેની ફિલ્મ અને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યા પછી સ્મિતા પાટિલ થિએટર કરવા લાગ્યા હતા. 1975માં આઇ શ્યામ બેનેગલની ફિલ્મ ‘ચરણદાસ’ ચોરથી તેમને બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતું.

આ ફિલ્મની સફળતા પછી તેમને ઘણી કોમર્શિયલ ફિલ્મો મળી રહી હતી. 70-80ના દશકમાં સ્મિતાએ ‘મંથન’, ‘આક્રોશ’, ‘બાજાર’, ‘અર્થ’ અને ‘મંડી’ જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટના જીવ પર આધારીત ફિલ્મ ‘અર્થ’થી સ્મિતાને સારી ઓળખ મળી હતી.

શબાના આઝમીથી ટક્કર
સ્મિતા પાટિલ દિવસેને દિવસે બોલીવુડમાં પોતાનું નામ બનાવી રહ્યી હતી. તેમની સખામણી તે દરમિયાનની દિગ્ગજ એક્ટ્રેસ શબાના આઝમીની સાથે કરવામાં આવતી હતી. બન્નેએ શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંડી’માં પણ કામ કર્યું છે.

નિધન પછી થઇ આ ફિલ્મો રિલીઝ
10થી વધારે ફિલ્મો સ્મિતા પાટિલના નિધન બાદ રિલીઝ કરવામાં આવી હતી. જેમાં ‘હમ ફરિશ્તે નહીં’, ‘વારિસ’, ‘આવામ’, ‘શેર શિવાજી’, ‘રાહી’, ‘ડાંસ-ડાંસ’, ‘આકર્ષણ’, ‘સૂત્રધાર’, ‘ઇંસાનિયત કે દુશ્મન’, ‘અહસાન’, ‘ઠીકાના’ અને ‘મિર્ચ મસાલા’ જેવી ફિલ્મો શામેલ છે.

મેકઅપ વગર એક્ટિંગ કરવાની આદત
આર્ટ કલાકાર હોવાના કારણે સ્મિતાને વગર મેકઅપમાં જ એક્ટિંગ કરવાની આદત હતી. જોકે, કેમેરા પર આવ્યા પછી તેમને મેકઅપ કરવામાં આવતો હતો. એક વખત ગોવિંદ નિહલાનીની ‘અર્ધસત્ય’ ફિલ્મમાં સ્મિતા પાટીલ હિરોઇનના રોલ મળ્યો હતો. ફિલ્મનું બજેટ ઓછુ હોવાના કારણે નિહલાનીએ સ્મિતાને તેમનો મેકઅપ આર્ટિસ્ટ લાવવા માટે કહ્યું હતું. જોકે, આર્ટિસ્ટે તેમને એક મેકઅપ કિટ આપી દીધી હતી. જેનો ઉપયોગ કે જાતે જ કરી લેતી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news