કાર્તિક અને સારા ઝડપાઈ ગયા Kiss કરતા, વાઇરલ થયો VIDEO

હાલમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન હાલમાં સાથે કામ કરી રહ્યા છે 

કાર્તિક અને સારા ઝડપાઈ ગયા Kiss કરતા, વાઇરલ થયો VIDEO

નવી દિલ્હી : બોલિવૂડમાં ધમાકેદાર ડેબ્યુ કરનારી એક્ટ્રેસ સારા અલી ખાને ફિલ્મમેકર કરણ જોહરના શો પર માહિતી આપી હતી કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા ઇચ્છે છે. સારાના આ નિવેદન પછી કાર્તિક સાથેના તેના સંબંધો વિશે ગોસિપ શરૂ થઈ ગઈ હતી. હવે સમાચાર આવ્યા છે કે આ બંને હાલમાં લવ આજ કલ 2નું શૂટિંગ કરી રહ્યા છે અને આ ફિલ્મના સેટ પરથી તેમનો કિસિંગ સીન વાઇરલ બન્યો છે. 

રિપોર્ટ મુજબ ‘લવ આજકલ’ના બીજા પાર્ટ માટે ઈમ્તિયાઝ અલીએ સારા અલી ખાન અને કાર્તિક આર્યનને કાસ્ટ કર્યા છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના એક સીનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે ડિસ્કોમાં સારા-કાર્તિકનો રોમેન્ટિક સીન શૂટ કરવામાં આવી રહ્યો છે. કાર્તિક આર્યન ફેન પેજ પર આ લિપલોક વીડિયો શેર કરવામાં આવ્યો છે. 

— Kartik Aaryan fanpage (@KartikAaryanFC_) 5 March 2019

સારાએ કાર્તિક સાથે ડેટ પર જવાની ઇચ્છા જણાવ્યા પછી હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન રણવીરની મુલાકાત કાર્તિક આર્યન સાથે થઈ હતી. તે કાર્તિકનો હાથ પકડીને સારા પાસે લઈ ગયો. સારા પાસે આવીને તેણે સારાનો હાથ પકડ્યો અને કાર્તિકના હાથમાં આપીને કહ્યું, ફાઈનલી યુ ગાઈઝ હેવ મેટ અને બાદમાં તેણે પોતાના હાથ દ્વારા હાર્ટની સાઈન કરી. આ જોઈને કાર્તિક અને સારા પણ શરમાઈ ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો હતો અને વાઇરલ બન્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news