ઇરફાન ખાન અને રાધિકા મદાનની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'નું નવું ગીત 'એક જિંદગી' રિલીઝ

ફિલ્મની વાત કરીએ તો અહીં પિતા અને પુત્રીની કહાની છે. ઇરફાન તેમાં રાધિકાનો પિતા બન્યો છે. રાધિકા ભણવામા હોશિયાર છે જેને સ્કૂલમાં એકેડમિક એવોર્ડ મળે છે.
 

ઇરફાન ખાન અને રાધિકા મદાનની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'નું નવું ગીત 'એક જિંદગી' રિલીઝ

નવી દિલ્હીઃ ઇરફાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'ની સાથે વાપસી કરી રહ્યો છે. તેના ફેન્સ ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મમાં રાધિકા મદાન પણ છે. તે તેની પુત્રીનો રોલ પ્લે કરી રહી છે. તો કરીના કપૂર ખાન લંડનમાં પોલીસવાળાની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મના ટ્રેલર બાદ મેકર્સે તેનું ગીત 'એક જિંદગી' રિલીઝ કરી દીધું છે. 

આ રીતે થાય છે ગીતની શરૂઆત
ગીતની શરૂઆત પિતા-પુત્રી વચ્ચે એક ફ્રેન્ડલી હળવી ફાઇટથી થાય છે. તે ઘર પર ફિઝિક્સ ભણાવવા માટે યુવકને લઈને આવે છે તો ઇરફાન સ્ટ્રિક્ટ ડેડના રૂપમાં જોવા મળે છે. તે પોતાની પુત્રી અને તેના ટ્યૂટર પર નજર રાખે છે. ક્યારેક-ક્યારેક રાધિકા ઇરિટેટ જોવા મળે છે બાદમાં ઇરફાન યુવકને ચાર ઓફર કરતા જોવા મળે છે અને તેની પુત્રી ખુશ થઈ જાય છે. 

ગીતમાં જોવા મળશે ફિલ્મની ઝલક
આ વીડિયોમાં આપણે રાધિકાની અંતિમ પરીક્ષાની તૈયારી જોવા મળે છે. તે બહાર ભણવા જવા માટે ખુબ મહેનત કરતી જોવા મળી રહી છે. ગીતમાં ઈંગ્લેન્ડની ઝલક પણ જોવા મળે છે, જ્યાં રાધિકા હાયર સ્ટડી માટે જાય છે. ગીતમાં કરીના, ડિમ્પલ કાપડિયા, દીપક ડોબરિયાલ, રણવીર શૌરી અને કીકૂ શારદા પણ જોવા મળે છે. આ ગીતને તનિષ્કા સંઘવી અને સચિન-જિગરે સ્વર આપ્યો છે. 

પુત્રી અને પિતાનું ખાસ બોન્ડિંગ
ફિલ્મની વાત કરીએ તો અહીં પિતા અને પુત્રીની કહાની છે. ઇરફાન તેમાં રાધિકાનો પિતા બન્યો છે. રાધિકા ભણવામા હોશિયાર છે જેને સ્કૂલમાં એકેડમિક એવોર્ડ મળે છે તો ઇરફાન એવો પિતા બન્યો છે જે પુત્રીના સપનાને પૂરૂ કરવા માટે ગમે તે કરી શકે છે. 

'કુલી નંબર 1'ના સેટ પર ઘાયલ થયો વરૂણ ધવન, ફોટો શેર કરી આપી જાણકારી 

માર્ચમાં થશે રિલીઝ
આ ફિલ્મ ઇરફાન ખાનની 2017ની ફિલ્મ 'હિન્દી મીડિયમ'ની સીક્વલ છે. ફિલ્મના ડાયરેક્ટ કરી છે હોમી અદજાનિયાએ, તે 20 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news