ઓળખી આ હિરોઇનને? શરીરને વાળી શકે છે રબરની જેમ

હિરોઇનની યોગ પ્રેકટિસની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. તે કેટલા અઘરા યોગ પ્રેક્ટિસ કરે છે તેના ફોટોઝ ઈન્ટરનેટ પર વાયરલ થયા છે.

ઓળખી આ હિરોઇનને? શરીરને વાળી શકે છે રબરની જેમ

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ફિટનેસ પ્રત્યેના તેના આગ્રહને કારણે જાણીતી છે. તૈમુરના જન્મ પછી પણ કરીનાએ સુપરહોટ ફિગર જાળવી રાખ્યું છે. કરીના પોતાનું ફિગર મેઈન્ટેન કરવા યોગ કરે છે એ ઓપન સીક્રેટ છે. તાજેતરમાં કરીનાની યોગ પ્રેકટિસની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. તે કેટલા અઘરા યોગ પ્રેક્ટિસ કરે છે તેના ફોટોઝ ઈન્ટરનેટ પર વાયરલ થયા છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#yogaitsamust🌺️❣️❣️

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

કરીનાની આ ફિટનેસની હિરોઇનો પણ ચાહક છે. હાલમાં કેટરિનાએ ભારતના પ્રમોશન વખતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે જો તેણે સેમ સેક્સ રિલેશનશીપ પસંદ કરવાની હોય તો તે કરીના કપૂર ખાનની પસંદગી કરશે. કેટરિનાએ કરીનાના વખાણ કરતા કહ્યું છે કે તે બહુ ખૂબસુરત અને સ્ફુર્તિલી છે અને હું તેની સાથે કામ કરવા ઇચ્છું છું. 

હાલમાં કરીના અંગ્રેજી મીડિયમ અને ગુડ ન્યુઝ ફિલ્મમાં કામ કરી રહી છે. ગુડ ન્યુઝમાં કરીનાનો હિરો અક્ષયકુમાર છે. અક્ષય અને કરીનાએ દસ વર્ષ પહેલા ‘કમબખ્ત ઇશ્ક’માં કામ કર્યું હતું. આ અગાઉ પણ તેમણે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી લોકોને પણ ખૂબ પસંદ પડી છે. ‘ગુડ ન્યુઝ’માં તેઓ મેરિડ કપલની ભૂમિકામાં જોવા મળવાનાં છે. તેમની સાથે દિલજિત દોસંજ અને કિઆરા અડવાણી પણ છે. આ ફિલ્મ ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news