46 વર્ષે કરણ જોહરનો ધડાકો, 'આ' હોટ હિરોઇન સાથે કરવા માગતો હતો લગ્ન 

કરણ જોહરે પોતાના લગ્ન વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે

46 વર્ષે કરણ જોહરનો ધડાકો, 'આ' હોટ હિરોઇન સાથે કરવા માગતો હતો લગ્ન 

નવી દિલ્હી : બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર કરણ જોહર પોતાની ફિલ્મો અને નિવેદનને કારણે ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં vogue magzineની ફેશન ડિરેક્ટર અનીતા શ્રોફ અડજાણિયા (Anaita Shroff Adajania)એ ચેટ શો 'ફિટ અપ વિધ ધ સ્ટાર્સ'માં કરણ જોહરે પોતાની પર્સનલ લાઇફના રહસ્ય ખોલી દીધા છે. અનીતાસાથેની વાતચીત દરમિયાન તેણે કહ્યું હતું કે તે undersexed છે.

અનીતાએ જ્યારે તેને સવાલ કર્યો કે તે કઈ હિરોઇન સાથે લગ્ન કરવા ઇચ્છે છે ત્યારે તેણે એક ક્ષણ વિચાર્યા વગર કહી દીધું કે તે કરીના કપૂર સાથે લગ્ન કરવા માગે છે. કરણ જોહર અને કરીના કપૂર Bff (best friends forever) છે. આ સંજોગોમાં કરણના આ સ્ટેટમેન્ટને કરીના કઈ રીતે હેન્ડલ કરે છે એ જાણવાનું રસપ્રદ સાબિત થશે. 

કરણ જોહરે લગ્ન નથી કર્યા પણ તે 2 બાળકોનો પિતા છે. તેના બંને બાળકો surrogacyથી જન્મ્યા છે. તેના દીકરાનું નામ યશ અને દીકરીનું નામ રૂહી છે. પોતાના પુસ્તક ‘A Unsuitable Boy’માં કરણે જણાવ્યું હતું કે તે પિતા બનવા ઇચ્છતો હતો. તે પોતાની આ ઇચ્છા દત્તક લઈને અથવા તો સરોગસીથી પુરી કરવા માગતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news