અક્કી અને રોહિત શેટ્ટી વચ્ચેના મારામારીના વાયરલ વીડિયો પછી કરણ જોહરે કહી દીધું કે...

રોહિત શેટ્ટી (Rohit Shetty)ની આગામી ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi)નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જોકે હાલમાં અક્ષય કુમાર (Akshay Kumar)નો એક વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમને ભારે આંચકો લાગશે, આ વીડિયોમાં બંને મારામારી કરતા જોવા મળી રહ્યા છે.

અક્કી અને રોહિત શેટ્ટી વચ્ચેના મારામારીના વાયરલ વીડિયો પછી કરણ જોહરે કહી દીધું કે...

નવી દિલ્હી : રોહિત શેટ્ટી (Rohit Shetty)ની આગામી ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi)નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. જોકે હાલમાં અક્ષય કુમાર (Akshay Kumar)નો એક વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમને ભારે આંચકો લાગશે, આ વીડિયોમાં બંને મારામારી કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ફિલ્મ સૂર્યવંશીના ભવિષ્ય માટે ચિંતા શરૂ થઈ હતી. આ બંને વચ્ચે એટલી મારામારી થઈ હતી કે પોલીસે વચ્ચે પડવું પડ્યું હતું. જોકે હવે આ મામલામાં નવી અપડેટ આવી છે અને ફિલ્મના અન્ય પ્રોડ્યુસર કરણ જોહર (Karan Johar) દ્વારા અનોખું રિએક્શન આપવામાં આવ્યું છે. 

આ ઝઘડો સામે આવતા જ કરણ જોહરે સોશિયલ મીડિયામાં આ વીડિયો શેયર કરીને કહ્યું કે એ કે આ એવો મામલો છે જેમાં હું વચ્ચે પડીને કંઈ નહીં કરી શકું. હકીકતમાં મીડિયામાં રોહિત શેટ્ટી અને અક્ષય કુમારના ઝઘડાના સમાચાર આવતા સૂર્યવંશી ટીમ દ્વારા આ મસ્તીભર્યો વીડિયો શેયર કરવામાં આવ્યો હતો. હવે કરણ જોહરની આ ટ્વીટ પર પણ યુઝર્સ રસપ્રદ કમેન્ટ્સ કરી રહ્યા છે. 

— Karan Johar (@karanjohar) November 12, 2019

રોહિત શેટ્ટી સાથેના ઝઘડાનો વીડિયો ખેલાડી કુમાર અક્ષયે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો હતો. હકીકતમાં વીડિયોમાં બોલિવુડના બંને કલાકારો મજેદાર અંદાજમાં એકબીજા સાથે મારામારી કરતા જોવા મળે છે. વીડિયોની શરૂઆત એક્ટ્રેસ કેટરીના કૈફથી થાય છે પરંતુ જોતજોતામાં અક્ષય અને રોહિત મારામારી કરવા લાગે છે અને પોલીસ વચ્ચે પડીને તેમને અટકાવે છે. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે, આ ‘સૂર્યવંશી’ના સેટનો હશે. વીડિયો શેર કરતાં અક્ષયે લખ્યું, “બ્રેકિંગ ન્યૂઝ- એક એવો ઝઘડો જે તમારો દિવસ સુધારી શકે છે.”

અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ એક્શન ફિલ્મ છે. આ ફિલ્મને કરણ જોહર અને રોહિત શેટ્ટી પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ 27 માર્ચ 2020ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત ફિલ્મના એક સીનમાં રણવીર સિંહ અને અજય દેવગણની ઝલક જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news