આવી ગયું કરણ જોહરનું બહુચર્ચિત ફિલ્મ 'તખ્ત'નું પ્રથમ ટીઝર

કરણ જોહરની ફિલ્મ તખ્તની જાહેરાત બાદથી લોકોને ફિલ્મને લઈને ઉત્સુકતા છે. કરણે ફિલ્મનું ફર્સ્ટ ટીઝર રિલીઝ કર્યું છે સાથે તે પણ જણાવ્યું કે, ફિલ્મ ક્યારે રિલીઝ થશે. 

આવી ગયું કરણ જોહરનું બહુચર્ચિત ફિલ્મ 'તખ્ત'નું પ્રથમ ટીઝર

નવી દિલ્હીઃ બોલીવુડના અભિનેતા રણવીર સિંહ અને કરણ જોહરના ડાયરેક્શનમાં બની રહેલી બહુચર્ચિત ફિલ્મ તખ્તનો પહેલો ટીઝર વીડિઓ શેર કરવામાં આવ્યો છે. વીડિઓમાં સુનહરા રાજસી તખ્ત દેખાડવામાં આવ્યા છે અને બેકગ્રાઉન્ડમાં વિક્કી કૌશલની સાથે રણવીર સિંહનો વોયસ ઓવર છે. વિક્કી કૌશલ કહે છે, 'મુગલ શહજાદો માટે તખ્તનો રસ્તો આપણી શબપેટીથી થઈને જાય છે.'

ત્યારબાદ રણવીર સિંહનો વોયસ ઓવર આવે છે અને તે કહે છે, 'જો આ રસ્તો પ્રેમથી થઈને જાત.... તો લગભગ હિન્દુસ્તાનનો ઈતિહાસ કંઇક હોત.' ફિલ્મના ટીઝરનો વીડિઓ ખુબ નાનો છે પરંતુ કહી શકાય કે ખુબ દમદાર છે. વીડિઓને શેર કરતા રણવીર સિંહે કેપ્શનમાં લખ્યું, 'રજૂ કરીએ છીએ તખ્ત જેનું ડાયરેક્શન કરી રહ્યાં છે કરણ જોહન. અને પ્રોડ્યુસર છે યશ જોહર, કરણ જોહર અને અપૂર્વ મેહતા.'

— Karan Johar (@karanjohar) February 1, 2020

કોણ છે સ્ટારકાસ્ટ?
કરણ જોહરના દિગ્દર્શનમાં બની રહેલી તખ્ત તેની જાહેરાત બાદથી જ ખુબ ચર્ચામાં છે. મોટા બજેટ વાળી આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિક્કી કૌશમ, ભૂમિ પેડનેકર, જાહ્નવી કપૂર અને અનિલ કપૂર જેવા સ્ટારકાસ્ટ જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે 24 ડિસેમ્બરે રિલીઝ થશે. 

— Karan Johar (@karanjohar) February 1, 2020

લાંબા સમય બાદ કરશે કરશે ડાયરેક્ટ
બોલીવુડના દિગ્ગજ ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર લાંબા સમય બાદ ડાયરેક્ટરના ક્ષેત્રમાં પગ મુકવા જઈ રહ્યાં છે. ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જોહરે છેલ્લે ફિલ્મ એ દિલ હે મુશ્કિલનું ડાયરેક્શન કર્યું હતું. આ ફિલ્મ 2016માં રિલીથ થઈ હતી. ત્યારબાદ કરણે માત્ર લસ્ટ સ્ટોરીઝમાં દિગ્દર્શન તરીકે કામ કર્યું હતું પરંતુ તેમણે ફિલ્મના એક નાના ભાગનું ડાયરેક્શન કર્યું હતું. હવે કરણ લાંબા સમય બાદ એક ફિલ્મનું ડાયરેક્શન કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news