કપિલ અને ગિન્ની બની ગયા માતા-પિતા, ટ્વિટ કરીને આપી જાણકારી

કપિલ અને ગિન્નીના લગ્ન ગયા વર્ષે 2018ના ડિસેમ્બરમાં જ થયા હતા. થોડા સમય પહેલાં કપિલે બેબી શાવર પાર્ટી પણ રાખી હતી. 

કપિલ અને ગિન્ની બની ગયા માતા-પિતા, ટ્વિટ કરીને આપી જાણકારી

નવી દિલ્હી : કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા (Kapil Sharma)ના ઘરે દીકરીનો જન્મ થયો છે અને કપિલ તથા ગિન્ની માતા-પિતા બની ગયા છે. કપિલ શર્માએ પોતે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. કપિલ ટ્વિટ કર્યું છે કે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે અને બધાના આશિષની જરૂર છે. કપિલની આ ટ્વિટ પછી તેને શુભેચ્છાના સંદેશ મળી રહ્યા છે. 

— Kapil Sharma (@KapilSharmaK9) December 9, 2019

કપિલ અને ગિન્નીના લગ્ન ગયા વર્ષે 2018ના ડિસેમ્બરમાં જ થયા હતા. થોડા સમય પહેલાં કપિલે બેબી શાવર પાર્ટી પણ રાખી હતી. કપિલ અને ગિન્ની બેબીમૂન માટે કેનેડા પણ ગયા હતા. કપિલઅ અને ગિન્નીની લવસ્ટોરીની વતા કરીએ તો ગિન્ની જાલંધરના એચએમવી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને કપિલ એપીજે કોલેજમાં અભ્યાસ કરતા હતા. કપિલે પોકેટ મની માટે પ્લે ડાયરેક્શન ચાલુ કર્યું અને આ દરમિયાન એક ઓડિશનમાં 2005માં તેની મુલાકાત ગિન્ની સાથે થઇ હતી. એ સમયે ગિન્ની 19 વર્ષની અને કપિલ 24 વર્ષનો હતો. 

ગિન્નીની અભિનય ક્ષમતાથી કપિલ બહુ પ્રભાવિત થયો હતો અને તેઓ રોજ મળવા લાગ્યા. ગિન્ની રોજ કપિલ માટે જમાવાનું લાવતી હતી. કપિલ જ્યારે મુંબઈ આવ્યો અને લાફ્ટર ચેલેન્જમાં રિજેક્ટ થયો ત્યારે તેણે ગિન્ની સાથે બ્રેકઅપ કરી લીધું કારણ કે ગિન્ની બહુ શ્રીમંત પરિવારની હતી અને કપિલને લાગતું હતું કે ગિન્ની સાથેના સંબંધનું કોઈ ભવિષ્ય નથી. જોકે કપિલ જ્યારે લાફ્ટર ચેલેન્જ શોમાં સિલેક્ટ થયો ત્યારે તેણે ગિન્નીને સામેથી ફોન કર્યો અને તેમની વાતચીત થવા લાગી. કપિલે જ્યારે કોમેડિયન તરીકે નામના મેળવી ત્યારે બંનેએ લગ્ન કરી લીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news