કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા કંગનાએ પકડ્યો જિમનો રસ્તો, 10 દિવસમાં થયો ચમત્કાર
1946થી શરૂ થયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલને આ વર્ષે 72 વર્ષ પૂરાં થયાં છે. આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વભરની 21 ફિલ્મ્સ વચ્ચે સ્પર્ધા જામી છે.
Trending Photos
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોટ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે. આ ઇવેન્ટ માટે કંગનાએ માત્ર 10 દિવસમાં પાંચ કિલો વજન ઉતાર્યું છે. કંગનાની ટીમે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો સાથે આ વાત જણાવી. કંગનાના ફિટનેસ ટ્રેનર યોગેશ ભટેજાએ આ વજન ઉતારવા માટે કંગનાની મહેનત વિશે જણાવ્યું છે.
યોગેશે જણાવ્યું કે, કંગનાએ વજન ઘટાડવા માટે લો-કાર્બ ડાયેટ ફોલો કર્યું. હકીકતમાં કંગનાએ અશ્વિની ઐયરની ફિલ્મ ‘પંગા’માં કબડ્ડી પ્લેયરના રોલ માટે વજન વધાર્યું હતું. હવે કાન માટે તેણે આકરી મહેનતથી 10 દિવસમાં જ વજન ઘટાડી લીધું છે. યોગેશે જણાવ્યું કે, ‘કંગનાએ પંગા માટે વજન વધારવાનું હતું એટલે તે હાઈ કાર્બ ડાયેટ ફોલો કરી રહી હતી. હાઈ-કાર્બ ડાયેટથી લો-કાર્બ ડાયેટ પર આવવું સરળ નથી. કંગના 10-11 કલાકના શૂટિંગ બાદ પણ દિવસમાં બેથી ત્રણ વખત વર્કઆઉટ કરતી હતી.’
૭૨મા કાન્સ ફેસ્ટિવલની તૈયારી જોરશોરમાં થઇ રહી છે. ઐશ્વર્યા રાય, દીપિકા પદુકોણ, કંગના રનૌત અને સોનમ કપૂર જેવી ભારતીય સેલેબ્રિટિઓ આ ફેસ્ટિવલમાં ભાગ લેવાની છે. આ ફેસ્ટિવલનું આયોજન 14 મેથી 25મે સુધી કરવામાં આવ્યું છે. કંગનાએ ગયા વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને પોતાના સ્ટાઇલિશ, બોલ્ડ અને બિનધાસ્ત લુકથી બધાના દિલ જીતી લીધા હતા. તે આ વખતે તે ફરી પાછી પોતાના અનોખા ફેશન લુક સાથે રેડ કાર્પેટ પર દેખાવાની તૈયારી કરી રહી છે.
નોંધનીય છે કે 1946થી શરૂ થયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલને આ વર્ષે 72 વર્ષ પૂરાં થયાં છે. આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વભરની 21 ફિલ્મ્સ વચ્ચે સ્પર્ધા જામી છે. વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મ્સ તથા સ્ટાર્સના જમાવડાની વચ્ચે બોલિવૂડ સેલેબ્સની સાથે ફિલ્મ્સની દાવેદારી પણ દર વર્ષે વધતી જતી હોય છે. જોકે, નવ વર્ષમાં પહેલી જ વાર એક પણ ભારતીય ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલની એક પણ કેટેગરી માટે પસંદ થઈ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે