કિસ્મત મૌકા દેતી હૈ, મહેનત ચૌકા દેતી હૈ...જાણો રાતોરાત કેવી રીતે બદલાઈ ગઈ જેઠાલાલની જિંદગી
દિલીપ જોશી એક એવા ગુજ્જુ કલાકાર છે જેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તેમની કિસ્મત ત્યારે ચમકી જ્યારે તેમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માાં જેઠાલાલનો રોલ ઓફર કરવામાં આવ્યો.
Trending Photos
નવી દિલ્લીઃ દિલીપ જોશી આજે ટેલિવિઝનના પ્રખ્યાત અભિનેતા છે. ટીવી સિવાય તેમણે બોલીવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું. પરંતુ તેને પ્રસિદ્ધિ મળી ટીવીના નાના પડદે એક મનોરંજક પાત્રથી.....આજે એક એપિસોડ માટે લાખો રૂપિયા લેનાર દિલીપ જોશી એક સમયે માત્ર 50 રૂપિયામાં કામ કરવા તૈયાર થઈ જતા હતા.પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા દિલીપ જોશીએ બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. આ માટે તેમને દરરોજ માત્ર 50 રૂપિયા મળતા હતા. દિલીપ જોશી જ્યારે ભારે સંઘર્ષ બાદ મુંબઈ પહોંચ્યા ત્યારે તેણે કામ મેળવવા માટે ઘણી મહેનત કરી.
દિલીપ જોશીએ 90ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેણે સલમાન ખાન જેવા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી હતી. પરંતુ ઈન્ડસ્ટ્રીમાં 18 વર્ષ વિતાવ્યા પછી પણ દિલીપ જોશીને તે ઓળખ મળી ન હતી જેના માટે તે હકદાર હતા. તેમના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેણે હતાશ અને નિરાશ થઈને અભિનય છોડી દેવાનું મન બનાવી લીધું હતું. પણ પછી તેના સૂતેલા નસીબ ચમક્યું અને આજે એક શો ના લાખો રૂપિયા લે છે..
કેવી રીતે ચમક્યું નસીબ?
દિલીપ જોશી જે સિરિયલમાં કામ કરતા હતા તે સિરિયલ બંધ થઈ ગઈ હતી...એક વર્ષ સુધી દિલીપ જોશી બેરોજગાર રહ્યા...આવી સ્થિતિમાં કંટાળીને તેમણે નિર્ણય લીધો હતો કે તે અભિનય છોડીને કોઈ અન્ય ક્ષેત્રમાં હાથ અજમાવશે..પરંતુ તે બાદ નસીબ ચમક્યું અને અસિત મોદીએ તેમને એક શો ઓફર કર્યો.
તારક મહેતા શો માં મળી ઓફર-
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વર્ષ 2008માં શરૂ થયો હતો....આસીત મોદી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે કાસ્ટિંચ કરી રહ્યા હતા..જો કે તે દિલીપ જોશીને પહેલેથી ઓળખતા હતા...જેથી તેમને જેઠાલાલ અને બાપુજીનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જ્યારે દિલીપ જોશીએ આ પાત્ર વિશે સાંભળ્યું ત્યારે તેમને લાગ્યું કે તેઓ તેમાં ફિટ નહીં થાય. આ પછી અસિત મોદીએ તેમને જેઠાલાલનો રોલ આપ્યો. દિલીપ જોશીને પણ શંકા હતી, પરંતુ તેમણે જેઠાલાલના પાત્રા માટે હા પાડી....
કોઈને સપને પણ ખ્યાલ ન હતો કે આ શો ઈતિહાસ રચી નાંખશે....પરંતુ સમય ગયો તેમ તેમ આ સિરિયલ લોકોના દિલમાં વસી ગઈ...આજે આ શોને 14 વર્ષ થઈ ગયા...જેઠાલાલ અને દયાને દરેક વ્યક્તિ જાણે છે...જો કે આ શો એ જેઠાલાલનું જીવન બદલી નાંખ્યું...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે