દયાબેનને લઈને જેઠાલાલે આપી પ્રતિક્રિયા, કહ્યું- ખુશ છું તેમના વગર પણ દર્શકો શોને કરી રહ્યાં છે પસંદ

લોકપ્રિય તારક મેહતા શોમાં પોપ્યુલર જોડી જેઠાલાલ અને દયાબેન ઘણા સમયથી જોવા મળી રહ્યાં નથી. 2017માં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી મેટરનિટી બ્રેક પર છે અને હજુ તેમણે વાપસી કરી નથી. 

દયાબેનને લઈને જેઠાલાલે આપી પ્રતિક્રિયા, કહ્યું- ખુશ છું તેમના વગર પણ દર્શકો શોને કરી રહ્યાં છે પસંદ

નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક પાત્રને લોકો ખુબ પ્રેમ કરે ચે. પરંતુ છેલ્લા ચાર-પાંચ વર્ષથી શોમાં દયાબેન જોવા મળતા નથી. હાલમાં શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ કહ્યુ હતુ કે દિશાબેનની વાપસી થઈ શકે છે. હવે શોમાં જેઠાલાલના પાત્રમાં જોવા મળતા દિલીપ જોશીએ દયાબેનની વાપસી પર પ્રતિક્રિયા આપી ચે. જેઠાલાલે કહ્યુ કે તે શોમાં પરત આવશે કે નહીં તે માત્ર પ્રોડક્શન હાઉસ જાણે છે. 

શું બોલ્યા દિલીપ જોશી
દિલીપ જોશીએ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું- તે પરત આવી રહી છે કે નહીં તે પ્રોડક્શન હાઉસ જાણે છે અને હું તેમા પડવા માંગતો નથી. તેમણે કહ્યું કે, હું તે વાતને લઈને ખુશ છું કે દયાબેન ન હોવાથી પણ દર્શકોને શોને એટલો જ પ્રેમ આપ્યો છે. 

દિશા વાકાણી બીજીવાર બન્યા માતા
મહત્વનું છે કે દિશા વાકાણી ફરી માતા બન્યા છે. તેમણે 2017માં પુત્રીને જન્મ આપ્યો હતો અને હવે પુત્રને જન્મ આપ્યો છે. દિશા વાકાણીના ભાઈ અને તારક મેહતા શોમાં સુંદરલાલનું પાત્ર ભજવતા મયૂર વાકાણીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. 

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ કહ્યુ હતુ કે દયા બેનની વાપસી જરૂર થવાની છે. તેમણે કહ્યું હતું કે તે પાત્રમાં દિશા વાકાણી હશે કે બીજુ કોઈ. તેમણે કહ્યું હતું કે દિશાબેન સાથે અમારે પરિવાર જેવો સંબંધ છે. પરંતુ હવે તેમના લગ્ન થઈ ગયા છે અને બાળક પણ છે. બધા પોતાની જવાબદારીઓમાં વ્યસ્ત હોય છે. આપણા બધાની પણ પર્સનલ લાઇફ હોય છે અને હું તેના પર કોમેન્ટ કરીશ નહીં. પરંતુ તેમણે કહ્યું કે, શોમાં દયાબેનની વાપસી જરૂર થશે. તેમણે કહ્યું કે, અમે દર્શકો માટે શોને વધુ એન્ટરટેનિંગ અને ઇન્સ્ટ્રેસ્ટિંગ બનાવીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news