જયા બચ્ચને ઇશારાઇશારામાં પીએમ વિશે કહી એલફેલ વાત અને પછી..

બોલિવૂડની સિનિયર એક્ટર અને સપા સાંસદ જયા બચ્ચન  ટ્રોલિંગનો ભોગ બની છે અને સેલિબ્રિટીઓ પણ તેને ટ્રોલ કરી રહી છે. 

જયા બચ્ચને ઇશારાઇશારામાં પીએમ વિશે કહી એલફેલ વાત અને પછી..

નવી દિલ્હી : બોલિવૂડની સિનિયર એક્ટર અને સપા સાંસદ જયા બચ્ચન  ટ્રોલિંગનો ભોગ બની છે અને સેલિબ્રિટીઓ પણ તેને ટ્રોલ કરી રહી છે. જયા બચ્ચને પોતાની રેલીમાં નિવેદન આપતા કહ્યું હતું કે ચોકીદારની જવાબદારી બહુ જરૂરી અને મહત્વની છે. જોકે હાલમાં દેશમાં જે સ્થિતિ છે એ જોઈને લાગે છે કે ચોકીદાર જ ગડબડ કરી રહ્યો છે. જયાએ પોતાની સ્પિચમાં કોઈનું નામ નહોતું આપ્યું પણ તેનો ઇશારો નરેન્દ્ર મોદી તરફ હતો. તેના આ ભાષણ પછી તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. 

ભાજપના નેતા અશોક પંડિતે કહ્યું છે કે જયાજી તમામ સુખસુવિધાઓમાં રહેવા છતાં તમને દેશની સ્થિતિ ગડબડવાળી લાગી રહી છે! જે દેશ તમને અને તમારા પરિવારને આટલું બધું આપ્યું છે તેને તમે કેમ ગાળ આપી રહ્યા છો ? ગાડી, બંગલો અને પ્રસિદ્ધિ બધું જ છે તો રાજનીતિના ચક્રવ્યુહમાં પડીને આબરૂ ન ગુમાવવી જોઈએ.

— Ashoke Pandit (@ashokepandit) May 1, 2019

આ સિવાય નેતા અમર સિંહે ટોન્ટ મારતા કહ્યું હતું કે પનામા ગોટાળા, બારાબંકી ગોટાળા તેમજ પેરાડાઇઝ ગોટાળા જેવા તમામ વિવાદોમાં બચ્ચન પરિવારનું નામ આવી જ જાય છે. અમર સિંહે કહ્યું છે કે જેના ઘર કાચના હોય એ બીજાના ઘર પર પત્થર નથી મારતા. કેટલાક યુઝર્સે તેના અને અમિતાભના લગ્ન પર પણ સવાલો કરવાના શરૂ કરી દીધા હતા. એક યુઝરે સલાહ આપતા કહ્યું કે પહેલાં તમે હોમવર્ક કરીને આવો. 

નોંધનીય છે કે શત્રુઘ્ન સિંહાની પત્ની પુનમ સિંહા સપા-બસપા ગઠબંધનની ઉમેદવાર છે. સમાજવાદી પાર્ટીના નેતા જયા બચ્ચન મંગળવારે લખનૌ ખાતે પુનમ સિંહાનો પ્રચાર કરવા પહોંચ્યા હતા. તેણે પુનમ સિંહા માટે વોટ માગતી વખતે રેલીમાં કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીની પરંપરા છે કે એ નવા ઉમેદવારોનું સ્વાગત કરે છે અને એ માટે તેમની જીત સુનિશ્ચિત કરવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news