તનિષ્કની વિવાદિત એડ પર Javed Akhtar એ એવી Tweet કરી, થઈ ગયા જબરદસ્ત ટ્રોલ

જ્વેલરી બ્રાન્ડ તનિષ્કે (Tanishq) સોશિયલ મીડિયામાં લોકોનો ભારે રોષ અને ટ્રોલ થયા બાદ પોતાની Inter-faith family જાહેરાતને મંગળવારે હટાવવાનો નિર્ણય લેતા યુટ્યૂબ ઉપરથી પણ હટાવી દીધી. ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજુ પણ તે જાહેરાતને લઈને વિવાદ ચાલુ છે. જ્યાં કેટલાક લોકો કંપનીની જાહેરાતને લવ જેહાદ અને નકલી ધર્મનિરપેક્ષતાને પ્રોત્સાહન આપતી ગણાવે છે ત્યાં હવે ગીતકાર જાવેદ અખ્તરે (Javed Akhtar) આ જાહેરાતને લઈને એવી વાત કરી કે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહ્યા છે.
તનિષ્કની વિવાદિત એડ પર Javed Akhtar એ એવી Tweet કરી, થઈ ગયા જબરદસ્ત ટ્રોલ

નવી દિલ્હી: જ્વેલરી બ્રાન્ડ તનિષ્કે (Tanishq) સોશિયલ મીડિયામાં લોકોનો ભારે રોષ અને ટ્રોલ થયા બાદ પોતાની Inter-faith family જાહેરાતને મંગળવારે હટાવવાનો નિર્ણય લેતા યુટ્યૂબ ઉપરથી પણ હટાવી દીધી. ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજુ પણ તે જાહેરાતને લઈને વિવાદ ચાલુ છે. જ્યાં કેટલાક લોકો કંપનીની જાહેરાતને લવ જેહાદ અને નકલી ધર્મનિરપેક્ષતાને પ્રોત્સાહન આપતી ગણાવે છે ત્યાં હવે ગીતકાર જાવેદ અખ્તરે (Javed Akhtar) આ જાહેરાતને લઈને એવી વાત કરી કે સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહ્યા છે.

વાત જાણે એમ છે કે એક યૂઝરે આ જાહેરાતની એક તસવીરને શેર કરતા ટ્વીટ કરી કે આ તનિષ્કની જાહેરાત: જ્યારે તમે એક ઈમાનદાર વાતચીત કરવાનો ઈન્કાર કરો છો, તો એક એવી પ્રતિક્રિયા તમને મળે છે કે જે ખુબ આશ્ચર્યજનક હોઈ શકે છે. માત્ર નારાજગીથી કોઈ મદદ મળવાની નથી, સંરચનાત્મક મુદ્દાને પ્રાપ્ત કરવા માટે અને તેના ઉકેલ માટે પ્રયત્ન થવો જોઈએ. 

આ ટ્વીટના જવાબમાં જાવેદ અખ્તરે લખ્યું છે કે "ફિલ્મ હોય, જાહેરાત કે વાસ્તવિક જીવન..બધી જગ્યાએ એક ઈન્ટર રિલિજિયસ લગ્ન હંમેશાથી કેટલાક લોકોને પરેશાન કરે છે. જેમાં હંમેશા છોકરી પક્ષનો આક્રોશ સામે આવે છે અથવા તો તે સંબંધિત હોય છે. આ આક્રોશ એ વિશ્વાસ પર આધારિત છે કે મહિલાઓ પોતાની સંપત્તિ જેવી છે. નારાજ લોકો દુલ્હા અને તેના પરિવારને કોઈ ગામના પશુચોર  તરીકે જુએ છે."

આ ટ્વીટ બાદ જાવેદ અખ્તર સતત લોકોની નારાજગીનો ભોગ બની રહ્યા છે. લોકો તેમને લવ જેહાદ અને મુસ્લિમ સંવેદનાઓ અંગે વાત કરી રહ્યા છે. લોકો તેમને આ મામલે ચૂપ રહેવાની પણ સલાહ  આપી રહ્યા છે. 

વિવાદની શરૂઆત ક્યાથી થઈ?
હંગામો મચ્યા બાદ કંપનીએ આ જાહેરાતને હટાવી તો લીધી પરંતુ ત્યારબાદ પોતાની જાતને સેક્યુલર કહેનારા લોકો એવી માગણી કરી રહ્યાં છે કે આ જાહેરાતને પાછી લાવવામાં આવે અને કંપનીએ આ પ્રકારના દબાણમાં આવવું યોગ્ય નથી. આથી એ જાણવું જરૂરી છે કે આ વિવાદ ક્યાંથી ઊભો થયો? 

તહેવારની સીઝન પહેલા દેશની જાણીતી જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક  (Tanishq)એ પોતાના પ્રમોશન માટે એક નવી જાહેરાત બનાવી. આ જાહેરાતનો વીડિયો સામે આવતાની સાથે જ લોકો ધૂંધવાયા. ટ્વિટર પર તનિષ્કને ટ્રોલ કરવા લાગ્યા. તેની પાછળનું કારણ એ હતું કે જાહેરાતમાં હિન્દુ છોકરીના મુસ્લિમ છોકરા સાથે લગ્ન દેખાડવામાં આવ્યા છે. યૂઝર્સનો ગુસ્સો એટલો વધારે હતો કે ટ્વિટર પર #BoycottTanishq ટ્રેન્ડ કરવા લાગ્યું. જો કે વિવાદ વધી જતા આખરે તનિષ્કે વીડિયો પોતાની યુટ્યૂબ ચેનલ પરથી હટાવી લીધો. 

શું છે તનિષ્કની જાહેરાતમાં?
તનિષ્કની નવી જાહેરાતમાં એક હિન્દુ મહિલાને દેખાડવામાં આવી છે. જેની લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા છે. વીડિયોમાં આ મહિલાની ગોદભરાઈ એટલે કે બેબી શાવર (Baby Shower) ના ફંકશનને દેખાડવામાં આવ્યું છે. મુસ્લિમ પરિવાર હિન્દુ કલ્ચર પ્રમાણે તમામ વિધિ કરે છે. છેલ્લે ગર્ભવતી મહિલા સાસુને પૂછે છે કે મા, આ વિધિ  તો આપણા ઘરમાં નથી થતી ને! તો તેની સાસુ જવાબ આપે છે કે પણ દીકરીને ખુશ રાખવાની વિધિ તો દરેક ઘરમાં થાય છે ને! વીડિયોમાં હિન્દુ-મુસ્લિમ પરિવારને એકજૂથ દેખાડવાની કોશિશ કરાઈ છે. તનિષ્કની આ જાહેરાતનું નામ એકત્વમ (Ekatvam) રાખેલુ હતું. લોકોની નારાજગી જોતા તનિષ્કે આ વીડિયો પોતાની યુટ્યૂબ ચેનલ પરથી હટાવી દીધો છે. 

લોકોને ન ગમ્યો વીડિયો
વીડિયો સામે આવ્યા બાદ તનિષ્કે લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો, તેના બહિષ્કારની માગણી ઉઠી. લોકોએ હિન્દુ-મુસલમાન વિશે વાત કરતી આ એડને જરાય પસંદ કરી નહી. આ એડને લવ જેહાદને પ્રોત્સાહન આપનારી ગણાવી. ટ્વિટર પર તનિષ્ક વિરુદ્ધ મુહિમ છેડાઈ ગઈ. લોકો તનિષ્કના ઘરેણા ન ખરીદવાની વાત કરીને તેના બહિષ્કારની વાતો કરવા લાગ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news