જૂતા પોલિશ કરવાથી લઈને શાકભાજીની થેલી ઉપાડવા સુધી, Thalaiva એ મચાવ્યો હંગામો; Jailer નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

Jailer Trailer Release: રજનીકાંતની એક્શન ફિલ્મ જેલરનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયું છે. જેલરના ટ્રેલરમાં રજનીકાંત ઢાંસુ એક્શન કરતા જોવા મળી રહ્યા છે.

જૂતા પોલિશ કરવાથી લઈને શાકભાજીની થેલી ઉપાડવા સુધી, Thalaiva એ મચાવ્યો હંગામો; Jailer નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

Rajinikanth Jailer Movie: મેગાસ્ટાર રજનીકાંતની મચ અવેટેડ એક્શન ફિલ્મ જેલરનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. ફરી એકવાર રજનીકાંત રજની ધ જેલરથી સિલ્વર સ્ક્રીન પર ડેશિંગ સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે. થલાઈવા એટલે કે રજનીકાંત જેલરના ટ્રેલરમાં, તે ક્યારેક ચંપલને પોલિશ કરતા જોવા મળે છે તો ક્યારેક શાકભાજીની થેલી લઈને. પરંતુ પછી રજનીકાંતનું એવું ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે, જે લોકોના દિમાગના પૂર્જા હચમચાવી નાખશે.

રજનીકાંતનો એક્શન અવતાર જોઈને ફેન્સ થયા પાગલ 

લાંબા સમય બાદ રજનીકાંતને સ્ક્રીન પર એક્શન અવતારમાં જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા જેલરના ટ્રેલરમાં રજનીકાંત પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી રહ્યા છે જે ગેંગસ્ટરોનો મુકાબલો કરતા અને લડતા જોવા મળે છે. 

શું છે જેલરની સ્ટોરી?

જેલર ફિલ્મમાં ખતરનાક ગેંગસ્ટરોની ગેંગ બતાવવામાં આવી છે. જે પોતાના લીડરને જેલમાંથી મુક્ત કરવા માંગે છે. પરંતુ ગુંડાઓની ટોળકી સામે સૌથી મોટો અવરોધ મુથુવેલ એટલે કે રજનીકાંત છે. ફિલ્મમાં રજનીકાંત એક ઈમાનદાર જેલરના રોલમાં છે, જેમાં ગેંગસ્ટરનો લીડર જેલમાં બંધ છે. હવે એક બાજુ પોલીસ અધિકારી અને બીજી બાજુ ગુંડાઓની ટોળકી..

જેકી શ્રોફનો અનોખો અંદાજ!

બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ જેલરમાં વિલન અવતારમાં જોવા મળ્યો છે. કપાળ પર ટીકો, અવાજમાં ભારીપન જેકીનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. જેલરમાં રામ્યા કૃષ્ણન રજનીકાંતની પત્નીનો રોલ કરી રહી છે. આ સાથે આ ફિલ્મમાં તમન્ના ભાટિયા, શિવ રાજકુમાર, સુનીલ અને યોગી બાબુ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, રજનીકાંતની એક્શન ફિલ્મ જેલર 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો:
વડતાલ મંદિરમાં શરૂ થયો ભવ્ય હિંડોળા મહોત્સવ, મંદિરના 200 વર્ષના ઈતિહાસને રજૂ કરાયો
આ 3 રાશિના લોકો નવેમ્બર સુધી રહે સાવધાન, વક્રી શનિ વધારી શકે છે જીવનમાં સમસ્યાઓ

કયા દેશમાં થાય છે શ્વાનની પૂજા? નામ જાણશો તો આશ્ચર્યચકિત થશો, કારણ પણ જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news