Rajinikanth ની 'જેલર' એ જ મચાવ્યો તહેલકો, પહેલા દિવસે જ બનાવ્યા આ પાંચ રેકોર્ડ

Jailer Box Office: રજનીકાંતની ફિલ્મ જેલરની ચર્ચા દરેક જગ્યાએ છે. 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવેલી આ ફિલ્મની સીધી સ્પર્ધા અક્ષય કુમારની OMG 2 અને ગદર 2 સાથે છે. જો કે સાઉથના સુપરસ્ટારની આ ફિલ્મ અન્ય બે ફિલ્મો કરતાં ખાસ ફરક કરે તેવું લાગતું નથી.

Rajinikanth ની 'જેલર' એ જ મચાવ્યો તહેલકો, પહેલા દિવસે જ બનાવ્યા આ પાંચ રેકોર્ડ

Rajinikanth 'Jailer' Movie Bang On : રજનીકાંતની ફિલ્મ જેલર 10 ઓગસ્ટે રિલીઝ થઈ છે. ચાહકો ઘણા સમયથી રજનીકાંતની ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, હવે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારે તે પોતાનો કમાલ બતાવી રહી છે.

રજનીકાંતની ફિલ્મ જેલરની ચર્ચા દરેક જગ્યાએ છે. 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવેલી આ ફિલ્મની સીધી સ્પર્ધા અક્ષય કુમારની OMG 2 અને ગદર 2 સાથે છે. જો કે સાઉથના સુપરસ્ટારની આ ફિલ્મ અન્ય બે ફિલ્મો કરતાં ખાસ ફરક કરે તેવું લાગતું નથી.

રજનીકાંતની ફિલ્મે પહેલાં જ દિવસે ધમાલ મચાવી હતી. આ ફિલ્મ તમિલનાડુમાં સૌથી મોટી ઓપનિંગ મેળવનારી પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. નંબર બે - ફિલ્મે કેરળમાં પણ અસાધારણ રીતે સારો દેખાવ કર્યો છે. અહીં ફિલ્મે ઓપનિંગમાં જ સૌના હોશ ઉડાવી દીધા છે.

ફિલ્મ જેલર કર્ણાટકમાં ઓલ ટાઈમ રેકોર્ડ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મનો જાદુ તેલંગાણામાં પણ ચાલ્યો છે, અહીં પણ આ ફિલ્મે અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ કરી છે.

રજનીકાંતની ફિલ્મ દક્ષિણ ભારતમાં ઓપનિંગ ડેમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ સાથે ચાહકોમાં આનંદ છવાયો છે. સિનેમાઘરોમાં ચાહકોની સીટીઓ અટકવાનું નામ નથી લઈ રહી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news