ખરાબ હતું તે વર્ષ, પહેલા બ્રેકઅપ અને પછી 2 ફ્લોપ ફિલ્મો... : સારા અલી ખાને પહેલીવાર બ્રેકઅપ પર કરી ખુલીને વાત

Sara Ali Khan: બોલીવુડ અભિનેત્રી સારા અલીખાને કેદારનાથ અને સિમ્બા જેવી હીટ ફિલ્મો આપી છે. પરંતુ તેના કરિયરમાં એક વર્ષ એવું પણ હતું જ્યારે તેની બેક ટુ બેક બધી ફિલ્મો ફ્લોપ રહી. આ વર્ષ તેના અંગત જીવન માટે પણ ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. કારણ કે તે વર્ષમાં તેનું બ્રેકઅપ પણ થયું હતું.

ખરાબ હતું તે વર્ષ, પહેલા બ્રેકઅપ અને પછી 2 ફ્લોપ ફિલ્મો... : સારા અલી ખાને પહેલીવાર બ્રેકઅપ પર કરી ખુલીને વાત

Sara Ali Khan: બોલીવુડ અભિનેત્રી સારા અલીખાને કેદારનાથ અને સિમ્બા જેવી હીટ ફિલ્મો આપી છે. પરંતુ તેના કરિયરમાં એક વર્ષ એવું પણ હતું જ્યારે તેની બેક ટુ બેક બધી ફિલ્મો ફ્લોપ રહી. આ વર્ષ તેના અંગત જીવન માટે પણ ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. કારણ કે તે વર્ષમાં તેનું બ્રેકઅપ પણ થયું હતું. સારા અલી ખાને પોતાના કરિયરના આ સમયે વિશે અને બ્રેકઅપ વિશે તાજેતરમાં જ ધ રણવીર શોમાં વાત કરી હતી. 

આ પણ વાંચો:

સારા અલી ખાન ને તાજેતરમાં જ ધ રણવીર શો પોડકાસ્ટમાં આ અંગે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે વર્ષ 2020 ની શરૂઆત તેના જીવનમાં બ્રેકઅપ સાથે થઈ હતી. આ વર્ષ ખૂબ જ ખરાબ હતું કારણ કે શરૂઆતમાં જ તેનું બ્રેકઅપ થઈ ગયું અને પછી બેક ટુ બેક બે ફ્લોપ ફિલ્મો. ચર્ચાઓ એવી હતી કે ફિલ્મ લવ આજકલ નું શૂટિંગ ચાલતું હતું તે દરમિયાન સારા અલી ખાન કાર્તિક આર્યનને ડેટ કરી રહી હતી. પરંતુ બંનેનું બ્રેકઅપ ફિલ્મ રિલીઝ થઈ તે પહેલા જ થઈ ગયું. 

સારા અલી ખાન એ જણાવ્યું હતું કે વર્ષ 2020 તેના માટે ખૂબ જ ખરાબ હતું. સારા અલી ખાનને લઈને જે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો તેને લઈને તેણે કહ્યું હતું કે તેને ટ્રોલિંગથી વધારે ફરક પડ્યો નહીં કારણ કે તે અંગત રીતે ખૂબ જ ખરાબ અનુભવ કરી રહી હતી. સારા અલી ખાનની બે બ્લોક ફિલ્મોમાં લવ આજકાલ અને કુલી નંબર વન નો સમાવેશ થાય છે. તેણે પોતે પણ સ્વીકાર્યું કે આ બે ફિલ્મો તેની ભૂલ છે. જોકે હવે સારા અલી ખાન ટૂંક સમયમાં એક્ટર વિક્રાંત મેસી સાથે ગેસ લાઈટ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news