INSIDE PICS : આનંદ પિરામલે જ્યારે મંડપમાં હાથ જોડીને કર્યું દુલ્હન ઇશાનું સ્વાગત

ઇશા અંબાણીના લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સની લાઇન લાગી ગઈ હતી

INSIDE PICS : આનંદ પિરામલે જ્યારે મંડપમાં હાથ જોડીને કર્યું દુલ્હન ઇશાનું સ્વાગત

નવી દિલ્હી :  મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સુપુત્રી ઇશા અંબાણીના આનંદ પિરામલ સાથે લગ્ન થઈ ગયા છે. આ લગ્ન મુકેશ અંબાણીના એન્ટિલિયામાં સંપન્ન થયા છે. આ લગ્નમાં ઇશાને આશિર્વાદ અને શુભેચ્છા આપવા માટે બોલિવૂડ અને રાજકારણની દુનિયામાંથી મોટીમોટી સેલિબ્રિટીઓ હાજર રહી હતી. આ હાઇપ્રોફાઇલ લગ્નમાં એક ક્ષણ બધાને ભાવુક કરી ગઈ.  હકીકતમાં ઇશા જ્યારે દુલ્હન બનીને લગ્નના મંડપમાં દાખલ થઈ ત્યારે આનંદે બંને હાથ જોડીને તેનું સ્વાગત કર્યું હતું અને ઇશાએ ભાવુક થઈને આ હાથ પકડી લીધા હતા. 

આ લગ્ન વખતે દુલ્હો આનંદ પીરામલ કારમાં મોં છુપાવીને લગ્નના મંડપમાં પહોંચ્યો હતો પણ જ્યારે આ ચહેરો સામે આવ્યો ત્યારે બધા ખુશ થઈ ગયા હતા. ઇશા અંબાણી પણ અપ્સરા જેવી ખૂબસુરત લાગી રહી હતી. ઈશાએ મંડપમાં ભાઈઓ સાથે એન્ટ્રી લીધી હતી. આ સમયે તે ભારે ઇમોશનલ થઈ ગઈ હતી. આ સમયે લગ્નના મંડપમાં બેઠેલા આનંદ અને ઇશાની જોડી રામસીતા જેવી લાગી રહી હતી. 

આ લગ્નમાં નીક જોનાસ અને પ્રિયંકા ચોપડા તેમજ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જેવા નવપરિણીતો પણ શામેલ થયા હતા. આ સિવાય સમગ્ર બચ્ચનપરિવાર, મમતા બેનરજી, ડો. સુભાષ ચંદ્રા, શરદ પવાર, રાજનાથ સિંહ, શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, રવિના ટંડન તેમજ સચિન તેન્ડુલકર જેવી સેલિબ્રિટી પણ લગ્નમાં હાજર રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news