બાબા રામદેવ આપી રહ્યા છે બિઝનેસમાં ભાગીદાર બનવાની તક, લાવશે પતંજલિનો IPO
Trending Photos
સ્વામી રામદેવે સંકેત આપ્યો છે કે તે પોતાની પતંજલિ આર્યુવેદને શેરબજારમાં રજિસ્ટર્ડ કરાવી શકે છે. એટલે કે ટૂંક સમયમાં રોકાણકારોને પતંજલિ બિઝનેસમાં ભાગીદાર બનાવવાની તક આપી શકે છે. જ્યારે બાબા રામદેવને આયુર્વેદને લિસ્ટેડ કરાવવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે એક મહિનામાં આ અંગે 'સારા સમાચાર' આપશે.
પતંજલિની શરૂઆત એક આયુર્વેદિક દવા બિઝનેસના રૂપમાં આવી હતી, જોકે કેટલાક વર્ષોમાં કંપની એફએમસીજી ક્ષેત્રની મોટી ખેલાડી બની ગઇ છે. કંપનીએ આગામી ત્રણથી પાંચ વર્ષ દરમિયાન 20,000 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર પ્રાપ્ત કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. હાલ પતંજલિનું વાર્ષિક ટર્નઓવર લગભગ 10,000 કરોડ રૂપિયા છે. જો કે ગત વર્ષે જીએસટી અને ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્કમાં નબળાઇના લીધે કંપનીના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બેંકો પાસે મદદની કરી અપીલ
સમાચાર એજન્સી પીટીઆઇના સમાચાર અનુસાર બાબા રામદેવને એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે શું પતંજલિ આયુર્વેદ પોતાનો આઇપીઓ લાવી શકે છે, તો રામદેવે કહ્યું કે આ અંગે એક મહિનામાં સારા મળશે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે પતંજલિ પોતાનો આઇપીઓ લાવી શકે છે.
આ અવસર પર રામદેવે કહ્યું કે જો જરૂરી સુવિધાઓ આપવામાં આએ તો ભારત મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે. ઘણા ક્ષેત્રોમાં ઉદ્યોગોના સંકટ વિશે તેમણે કહ્યું કે બેંકોને તેમની મદદ કરવા માટે આગળ આવવું જોઇએ. જોકે તેમણે કહ્યું કે બેંકોને ઇમાનદારીપૂર્વક ઉદ્યોગપતિઓની મદદ કરવી જોઇએ, ના કે વિજય માલ્યા જેવા લોકોની.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે