Taapsee Pannu-Anurag Kashyap મુશ્કેલીમાં!, મોડી રાત સુધી પૂછપરછ થઈ, આજે પણ થઈ શકે કાર્યવાહી

ટેક્સચોરીના મામલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) અને અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) પર આવકવેરા વિભાગનો સકંજો કસાઈ રહ્યો છે અને બુધવારે મોડી રાત સુધી બંનેની પૂછપરછ થતી રહી.

Taapsee Pannu-Anurag Kashyap મુશ્કેલીમાં!, મોડી રાત સુધી પૂછપરછ થઈ, આજે પણ થઈ શકે કાર્યવાહી

મુંબઈ/પુણે: ટેક્સચોરીના મામલે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) અને અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) પર આવકવેરા વિભાગનો સકંજો કસાઈ રહ્યો છે અને બુધવારે મોડી રાત સુધી બંનેની પૂછપરછ થતી રહી. બંને પોતાની ફિલ્મના શૂટિંગ માટે પુણેમાં હતા, જ્યાં તેમની હોટલમાં પૂછપરછ થઈ અને ટેક્સ ચોરી કેસ સંબંધિત સવાલો કરાયા. 

20થી વધુ ટીમોએ પાડ્યા દરોડા
ફેન્ટમ ફિલ્મ પ્રોડક્શનમાં આવકવેરાની ધાંધલી મામલે બુધવારે આખો દિવસ આવકવેરા વિભાગની 20થી વધુ ટીમોએ મુંબઈ અને પુણેમાં 20થી વધુ જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી કરી. આ કેસમાં આવકવેરા વિભાગની ટીમ અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu)  ને અનુરાગ કશ્યપ (Anurag Kashyap) ના મુંબઈ સ્થિત ઘરે પણ ગઈ હતી પરંતુ બંને ત્યાં મળ્યા નહીં. 

આવકવેરા વિભાગે જપ્ત કર્યા મહત્વના દસ્તાવેજો
આવકેવેરા વિભાગે ફિલ્મમેકર મધુ મન્ટેનાની કંપની ક્વાન ટેલેન્ટ મેનેજમેન્ટના અંધેરી વેસ્ટના કોમર્સ સેન્ટર ઓફિસમાં પણ દરોડો પાડ્યો. આ ઓફિસમાં આવકવેરા વિભાગના 8 અધિકારી સવારે 6 વાગે પહોંચી ગયા હતા અને 20 કલાકથી વધુ સમય સુધી ત્યાં હાજર રહ્યા. આ દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓએ ઓફિસથી અનેક મહત્વના દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ગેઝેટ જપ્ત કર્યા. આ ઉપરાંત ક્વાન કંપનીના 4 એકાઉન્ટ્સ સીલ કરી દેવાયા છે. 

અનુરાગ કશ્યપ અને તાપસીની આજે થશે પૂછપરછ
ટેક્સ ચોરી મામલે આવકવેરા વિભાગના અધિકારીઓએ બુધવાર મોડી રાત સુધી અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુની પૂછપરછ કરી. જો કે આવકવેરા વિભાગની કાર્યવાહી ગુરુવારે પણ ચાલુ રહેશે અને આ સિતારાઓની પૂછપરછ થશે. આ ઉપરાંત આવકવેરા વિભાગની ટીમ એકવાર ફરી સર્ચ માટે તેમના ઘરે પહોંચી શકે છે. 

2018માં બંધ થઈ ગઈ હતી ફેન્ટમ ફિલ્મ્સ
અત્રે જણાવવાનું કે અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણી, પ્રોડ્યૂસર મધુ વર્મા મન્ટેના અને વિકાસ બહલે મળીને ફેન્ટમ ફિલ્મ્સની રચના કરી હતી. માર્ચ 2015માં ફેન્ટમ ફિલ્મ્સની 50 ટકા ભાગીદારી રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટે ખરીદી લીધી હતી. ત્યારબાદ 2018માં વિકાસ બહલને આ કંપનીમાંથી બેદખલ કરી દેવાયો અને આ પ્રોડક્શન હાઉસ બંધ થઈ ગયું. ત્યારબાદ તમામ ફિલ્મમેકર્સે જાહેરાત કરી હતી કે તેઓ બધા પોતાની ફિલ્મો હવે અલગ અલગ બનાવશે. પછી અનુરાગ કશ્યપે નવી પ્રોડક્શન કંપની 'ગુડ બેડ ફિલ્મ્સ' શરૂ કરી. જ્યારે મોટવાનીએ આંદોલન ફિલ્મ્સ શરૂ કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news