Ahmedabad ના આ વિસ્તારોને આજે નહિ મળે પાણી, કરી લેજો વ્યવસ્થા

Ahmedabad ના આ વિસ્તારોને આજે નહિ મળે પાણી, કરી લેજો વ્યવસ્થા
  • જાણો અમદાવાદના કયા કયા વિસ્તારોમાં આજે પાણીનો કાપ રહેશે
  • પાણીકાપથી અમદાવાદના 4 ઝોનના 100 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર અસર થશે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મધ્યમાં ઝોનમાં આજે પાણીકાપની જાહેરાત કરાઈ છે. જેને પગલે અમદાવાદ (ahmedabad) ના અનેક વિસ્તારોને આજે પાણી નહિ મળે. કોતરપુર વર્કસ ખાતે પાઈપલાઈનમાં થયેલા લિકેજનું રિપેરીંગ કામ ચાલી રહ્યું હોવાથી અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે પાણીકાપ રહેશે. એટલે કે આ વિસ્તારના લોકોને પાણી માટે ટળવળીને રહેવુ પડશે.  
 
અમદાવાદમાં ઉત્તર, પૂર્વ, દક્ષિણ અને મધ્ય ઝોનમાં આજે સાંજે પાણી નહિ. કારણ કે, આજે કોતરપુર વોટર વર્કસ ખાતે પાઇપલાઇનમાં થયેલા લીકેજનું રિપેરિંગ કરાશે. નરોડા-સીટીએમ તરફ લાઈન જોડાણ-રિપેરિંગ કામગીરીના કારણે પાણી પુરવઠો ખોરવાશે.

આ પણ વાંચો : કોણ છે આસિફ, જેનો ઉલ્લેખ આયશા અને આરીફ વચ્ચે થયેલા છેલ્લા ફોનમાં થયો હતો

આજે અમદાવાદ શહેરમાં પાણી કાપ રહેશે. જે મુજબ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનમાં પાણી નહિ આવે. આ વિશે એએમસીના સિટી ઈજનેર હરપાલસિંહ ઝાલાએ કહ્યું કે, અમદાવાદના 4 ઝોનના 100 થી વધુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર અસર થશે. કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારિત વિવિધ સપ્લાય લાઈનમાં કામગીરી હાથ ધરાશે. નરોડા, સીટીએમ તરફ લાઈન જોડાણ-રીપેરીંગની કામગીરીના કારણે પાણી પુરવઠો ખોરવાશે. આથી આજે ગુરુવારે સવારે નિયત જથ્થા કરતા ઓછો પાણી પુરવઠો મળશે. જોકે, આ વિસ્તારોમાં કામગીરી બાદ પાણી આપવામાં આવી શકે છે. સાંજે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. અસર થનારા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પર બોર ચાલુ કરી પાણી મળે એવા પ્રયત્ન થશે. શુક્રવારે સવારે પણ ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news