અંધારામાં ન રહ્યો કંટ્રોલ અને આ એક્ટરે કરી નાખ્યું કાંડ... GF ને બદલે તેની માતાને કરવા લાગ્યો Kiss, આ રીતે ફુટ્યો ભાંડો

Sohail khan kissed GF's Mother:આ પોડકાસ્ટ દરમિયાન સોહેલ ખાને તેની લાઈફની એક શરમજનક ઘટના વિશે ખુલાસો કર્યો હતો. સોહેલ ખાને જણાવ્યું હતું કે કેવી રીતે તેણે એક વખત અંધારામાં પોતાની ગર્લફ્રેન્ડની માતાને કિસ કરી લીધી હતી. 

અંધારામાં ન રહ્યો કંટ્રોલ અને આ એક્ટરે કરી નાખ્યું કાંડ... GF ને બદલે તેની માતાને કરવા લાગ્યો Kiss, આ રીતે ફુટ્યો ભાંડો

Sohail khan kissed GF's Mother: મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના દીકરા અરહાન ખાને પોતાનો નવો પોડકાસ્ટ શો ડંબ બિરયાની શરુ કર્યો છે. તેનો પહેલો એપિસોડ પણ આવી ચુક્યો છે. ડંબ બિરયાનીના પહેલા એપિસોડમાં અરહાનના બે મિત્રો અને તેના કાકા સોહેલ ખાન તેના તેના પિતા અરબાઝ ખાન ગેસ્ટ બન્યા હતા. 

આ પોડકાસ્ટ દરમિયાન સોહેલ ખાને તેની લાઈફની એક શરમજનક ઘટના વિશે ખુલાસો કર્યો હતો. સોહેલ ખાને જણાવ્યું હતું કે કેવી રીતે તેણે એક વખત અંધારામાં પોતાની ગર્લફ્રેન્ડની માતાને કિસ કરી લીધી હતી. 

ડંબ બિરયાનીના પહેલા એપિસોડમાં અરહાને પોતાના ગેસ્ટ બનેલા પરિવારના સભ્યો સાથે રિલેશનશીપ, મિત્રતા, સલીમ ખાન અને સલમાન ખાન અંગે વાત કરી હતી. જેમાં સોહેલ ખાને મોટો ખુલાસો કર્યો હતો. સોહેલ ખાને જણાવ્યું કે, એક વાત તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ડાર્ક રુમમાં એક રમત રમી રહ્યા હતા. આ ગેમમાં તેની માતા અને પરીવારના અન્ય લોકો પણ હતા. રમત દરમિયાન તે એક કબાટમાં સંતાઈ ગયો. ત્યારપછી એક લેડી પણ તે જ કબાટમાં આવીને છુપાઈ ગઈ. અંધારું હતું તો સોહેલને લાગ્યું કે તેની ગર્લફ્રેન્ડ જ આવી છે તેની સાથે છુપાવા. 

ગર્લફ્રેન્ડ સાથે કબાટમાં છુપાવાના કારણે તેની અંદરની ફીલીંગ બહાર આવી ગઈ અને સોહેલ ખાને તેને કિસ કરી લીધી. ત્યારબાદ હસવાનો અવાજ આવ્યો તો ખબર પડી કે તે ગર્લફ્રેન્ડ નહીં પણ તેની મંમ્મી હતી. પછી તે પણ જોરથી હસી પડ્યો તો બધા આવીને પુછવા લાગ્યા કે શું થયું... પછી બધાને આ વાતની ખબર પડી તો બધા સોહેલની મજાક ઉડાવવા લાગ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news