વિચિત્ર ડ્રેસિંગ સ્ટાઇલમાં જોવા મળ્યો Hrithik Roshan, કહ્યું- Ranveer Singh પાસેથી મળી પ્રેરણા

બોલીવુડમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઇને હંમેશા ચર્ચામાં રહેનાર અભિનેતા ઋત્વિક રોશન (Hrithik Roshan) આજકાલ ચર્ચામાં છે. જોરદાર એક્ટિંગ, ડાન્સ અને એક્શન ફિલ્મો કરી ચૂકેલા એક્ટર ઋત્વિક રોશને આ વખતે કંઇક એવું કર્યું કે, જેને લઇને ઇન્ટરનેટ પર વાતો શરૂ થઇ ગઇ છે. ઋત્વિક રોશન હાલ દુબઇમાં છે.

વિચિત્ર ડ્રેસિંગ સ્ટાઇલમાં જોવા મળ્યો Hrithik Roshan, કહ્યું- Ranveer Singh પાસેથી મળી પ્રેરણા

નવી દિલ્હી: બોલીવુડમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઇને હંમેશા ચર્ચામાં રહેનાર અભિનેતા ઋત્વિક રોશન (Hrithik Roshan) આજકાલ ચર્ચામાં છે. જોરદાર એક્ટિંગ, ડાન્સ અને એક્શન ફિલ્મો કરી ચૂકેલા એક્ટર ઋત્વિક રોશને આ વખતે કંઇક એવું કર્યું કે, જેને લઇને ઇન્ટરનેટ પર વાતો શરૂ થઇ ગઇ છે. ઋત્વિક રોશન હાલ દુબઇમાં છે. તેમણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીર પર ફેન્સની જોરદાર કોમેન્ટ આવી રહી છે. 

તસવીરમાં ઋત્વિક રોશન ટોવેલ પહેરેલો જોવા મળી રહ્યો છે. ફોટોજ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે તેમની આ સ્ટાઇલ રણવીર સિંહથી પ્રેરિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ પોતાના અવનવા અંદાજવાળા ડ્રેસિંગ સેન્સ માટે જાણિતા છે. તેમણે પછી લખ્યું કે 'થોડી ટાઇટ બાંધણી હતી. ઋત્વિક ટોવેલ પહેરીને ફરતો જોવા મળી રહ્યો હતો. જોકે આ લૂઝ હતી, જે ચાલતી વખતે ખુલી ગઇ હતી. ઋત્વિક રોશને ફોટો ઇંસ્ટા પર શેર કરી અને લખ્યું- ઉપ્સ, થોડી ટાઇટ બાંધણી જોઇતી હતી. 

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

સુપર 30 ઋત્વિક સાથે કામ કરી ચૂકેલી મૃણાલ ઠાકુરે તેના પર કોમેન્ટ કરતાં પૂછ્યું-કેપ્શન જોરદાર છે, પરંતુ તમારા પગમાં શું થયું. જોકે આ ફોટોજમાં ઋત્વિકના જમણા પગમાં બેન્ડ દેખાઇ રહ્યો છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા ઋત્વિક રોશન  (Hrithik Roshan) ટૂંક સમયમાં હોલીવુડ ફિલ્મમાં કામ કરતા જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news