Deepveer: લગ્નના 4 વર્ષ બાદ Deepika-Ranveer ના સંબંધોમાં ખટાસ? નિવેદનથી ખબર પડી સંપૂર્ણ સચ્ચાઇ

Deepika-Ranveer Separation: તાજેતરમાં જ રણવીર સિંહ (Ranveer Singh) એક કાર્યક્રમમાં પોતાનો અને દીપિકા પાદુકોણના સંબંધ વિશે વાત કરતાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર રણવીરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેમણે કહ્યું- 'ટચવુડ... અમે બંને 2012 માં મળ્યા અને ડેટિંગ શરૂ કરી.

Deepveer: લગ્નના 4 વર્ષ બાદ Deepika-Ranveer ના સંબંધોમાં ખટાસ? નિવેદનથી ખબર પડી સંપૂર્ણ સચ્ચાઇ

Deepika-Ranveer Separation: બોલીવુડના બાજીરાવ મસ્તાની એટલે રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) એ વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. ત્યારથી આ કપલ દરેકનું ફેવરિટ છે. 6 વર્ષના અફેર બાદ બંનેએ લગ્નનું વચન આપ્યું હતું. આ ઉપરાંત હાલમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના નામ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેંડ કરી રહ્યો છે. જોકે ઇન્ટરનેટ પર બંનેને લઇને સમાચાર ફેલાઇ રહ્યા છે દીપવીરની વચ્ચે બધુ બરોબર નથી. આ વાતને લઇને એક ટ્વીટ પણ ખૂબ વાયરલ થઇ રહ્યું છે. આ ટ્વીટમાં લખ્યું હતું. 'બ્રેકિંગ! #DeepikaPadukone અને #RanveerSing બધુ બરોબર નથી!' ત્યારબાદથી બંનેના અલગ થવાની સમાચાર ટ્રેંડ કરવા લાગ્યા હતા. 

રણવીરના વીડિયોએ જણાવી સચ્ચાઇ
તાજેતરમાં જ રણવીર સિંહ (Ranveer Singh) એક કાર્યક્રમમાં પોતાનો અને દીપિકા પાદુકોણના સંબંધ વિશે વાત કરતાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર રણવીરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેમણે કહ્યું- 'ટચવુડ... અમે બંને 2012 માં મળ્યા અને ડેટિંગ શરૂ કરી. આ વર્ષે (2022) દીપિકા અને મને એક્સાથે દસ વર્ષ થઇ ગયા.' તમને જણાવી દઇએ કે રણવીરનો આ વીડિયો થોડા સમય પહેલાંનો જ છે. તો બીજી તરફ આ વાતથી સ્પષ્ટ થાય છે કે દીપિકા અને રણવીર એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને એકસાથે વધુ ખુશ છે. આ ઉપરાંત જ્યારે રણવીરને પૂછવામાં આવ્યું કે શું ફરીથી દીપિકા સાથે કોઇ ફિલ્મમાં જોવા મળશે? તો તેના પર તેમણે કહ્યું- 'તમારા બધા માટે સરપ્રાઇઝ છે. ખૂબ જલદી અને સાથે જોવા મળીશું. તે મારી લાઇફની સૌથી મોટી ખુશીઓમાંથી એક છે, જેના માટે હું આભારી છું. 

— . (@rs____321) September 27, 2022

આ ફિલ્મોમાં કરેશે ધમાકા
વાત કરીએ બંનાન વર્કફ્રન્ટની તો દીપિકા  પાદુકોણ જલદી જ શાહરૂખ ખાન સાથે 'પઠાન' માં જોવા મળશે જેમાં જોન અબ્રાહમ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ઉપરાંત તેમની પાસે ઋત્વિક રોશન સાથે ફાઇટર પણ છે. તો બીજી તરફ રણવીર સિંહ કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' માં આલિયા ભટ્ટ સાથે રોમાન્સ કરતાં જોવા મળશે. આ ફિલ્મ ઉપરાંત તેમની પાસે રોહિત શેટ્ટીની 'સર્કસ' પણ છે. તમને જણાવી દઇએ કે હાલમાં દીપિકા પોતાની ખરાબ તબિયતના કારણે ચર્ચામાં છે. થોડા દિવસો પહેલાં તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જોકે દીપિકાની તબિયત પહેલાંથી સારી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news