એક્શન સ્ટાર સની દેઓલનો 66મો જન્મ દિવસ, જાણો ડેબ્યુ પહેલાં કેમ છૂપાવી હતી લગ્નની વાત

Sunny Deol Birthday: બોલીવુડમાં એક્શન હીરોની લિસ્ટમાં કોઇનું નામ મોખરે આવતું હોય તો તે છે સની દેઓલ. તેને સની પાજીના નામે પણ ઓળખવામાં આવે છે. સની દેઓલ બોલીવુડમાં આશરે 36 વર્ષથી સક્રિય છે. 80ના દશકમાં દર્શકોના દિલ જીતનાર સની દેઓલની 21મી સદીમાં પણ લોકપ્રિયતા ઓછી નથી થઈ..

એક્શન સ્ટાર સની દેઓલનો 66મો જન્મ દિવસ, જાણો ડેબ્યુ પહેલાં કેમ છૂપાવી હતી લગ્નની વાત

Happy Birthday Sunny Deol: સની દેઓલનો જન્મ 19 ઓક્ટોબર 1956ના રોજ પંજાબમાં થયો હતો. તેઓ આજે 66મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. પરંતુ ઉંમરના આ પડવા પર પણ તેની ફિટનેસ કોઇ યંગ એક્ટર કરતાં ઉતરતી નથી. ચાલો જાણીએ સની પાજીના જીવન સાથે સંકળાયેલા કેટલાંક રસપ્રદ કિસ્સા….

1883માં બોલીવુડમાં મારી એન્ટ્રી
પિતા મોટા સ્ટાર હતા એટલે સની દેઓલે પણ એક્ટિંગમાં હાથ અજમાવ્યો. સની દેઓલે 1983માં ફિલ્મ બેતાબથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ જોરદાર હિટ સાબિત થઈ અને તેને સફળ સ્ટાર કિડનો ટેગ પણ મળ્યો. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણા શાનદાર ડાયલોગ આપ્યા છે, જે ફેન્સની જીભ પર રહે છે. સની દેઓલ ફિલ્મોમાં પોતાના સ્ટંટ ખુસ શૂટ કરે છે. અને બોલિવુડમાં બોડી દેખાડવાના શાનદાર લૂકની શરૂઆત પણ શની દેઓલથી જ થઈ હોવાનું કહેવાય છે...તેમના પહાડી અવાજ અને મજબૂત ડાયલોગના લીધે થિયેટર હંમેશા સિટીઓથી ગુંજતા રહ્યા છે.

ગદર કરિયરની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ
સની દેઓલની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં બોર્ડર, ગદર, અર્જુન, સલ્તનત, ડાકોટ, ત્રિદેવ, ચાલબાઝ, વિષ્ણુ દેવા, અપને, યમલા પગલા દીવાનાનો સમાવેશ થાય છે. ગદરને સની દેઓલના કરિયરની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મનો લોકોમાં એટલો ક્રેઝ હતો કે થિયેટરમાં જગ્યાના અભાવે લોકો ઉભા થઈને ફિલ્મ જોવા ગયા હતા. ગદર એક પ્રેમ કથાનો પ્રથમ શો સવારે 6 વાગ્યે શરૂ થયો હતો. ફિલ્મ ગદર એક પ્રેમ કથાએ ભારતમાં સૌથી વધુ ટિકિટ વેચવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મનું સંગીત પણ લોકોને ખુબ પસંદ આવ્યું હતું. અને હવે ગદર-2ની પણ તૈયારીઓ ચાલી રહી છે.

બોલીવુડમાં એન્ટ્રી પહેલાં જ કર્યા હતા લગ્ન
બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલાં જ સની દેઓલે પૂજા સાથે ગુપચુપ લગ્ન કરી લીધા હતા. જો કે રોમેન્ટિક ઈમેજ પર અસર ના પડે તેના માટે પહેલી ફિલ્મ બેતાબની રિલીઝ પહેલાં સનીના લગ્નની વાત છૂપાવવામાં આવી હતી. સની દેઓલ શૂટિંગમાંથી બ્રેક લઈને લંડન જતો હતો. જેથી સવાલોના મારા બાદ આખરે સની દેઓલે કબૂલ્યું કે તે પરિણીત છે. જો કે સની દેઓલનું નામ તે સમયની ઘણી અભિનેત્રીઓ સાથે ચર્ચામાં રહ્યું હતું. પરંતુ ડિમ્પલ કાપડિયા સાથે તેનો સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો હતો. 1982માં રાજેશ ખન્ના સાથે છૂટાછેડા બાદ ડિમ્પલ સનીની નજીક આવી હતી. બંને લગભગ 11 વર્ષ એકબીજા સાથે રિલેશનમાં હતા. 

પોલિટિક્સમાં પણ એક્ટિવ છે સની દેઓલ
સની દેઓલ એક્ટર હોવા ઉપરાંત નેતા પણ છે. 2019ની સામાન્ય ચૂંટણી સમયે તેઓ ભાજપમાં જોડાયા હતા. 2019માં સની દેઓલે કોંગ્રેસના સુનીલ જાખરને 82,459 મતોથી હરાવીને જંગી જીત મેળવી હતી. આ જીતથી તેઓ પ્રથમ વખત લોકસભા સુધી પહોંચ્યા હતા. હાલમાં તેઓ પંજાબના ગુરદાસપુરથી સાંસદ છે.

સની દેઓલની સંપત્તિ કેટલી છે?
રિપોર્ટ્સનું માનીએ તો વર્ષ 2022માં સની દેઓલની નેટવર્થ 133 કરોડ છે. તેની માસિક આવક એક કરોડ રૂપિયા કહેવાય છે. અને તે એક ફ્લિમ માટે પાંચ કરોડ રૂપિયા ફી લે છે. સની દેઓલ પાસે ઘણી લક્ઝરી ગાડીઓ છે. જેમાં ઓડી 8, રેન્જ રોવર જેવી ઘણી ગાડીઓનો સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news