Big B Birthday: જયા જોડે અમિતાભ બચ્ચને કેમ રાતોરાત કરવા પડ્યા લગ્ન? કહેશો કે સાવ આવું હતું કારણ!

Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચનનો આજે 81 મો જન્મ દિવસ. સદીના મહાનાયકના જન્મદિન પર જાણીએ તેમના લગ્ન અંગેનો એક કિસ્સો. કેમ સાવ સાદગીથી ઉતાવળમાં જયાને ચોરીમાં લઈને બેસી જવું પડ્યું હતું જાણો....

Big B Birthday: જયા જોડે અમિતાભ બચ્ચને કેમ રાતોરાત કરવા પડ્યા લગ્ન? કહેશો કે સાવ આવું હતું કારણ!

Amitabh Bachchan Birthday: આજે અમિતાભ બચ્ચન પોતાનો 81 મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. દેશ અને દુનિયાભરથી તેમના ચાહકો પણ તેમને તેમના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે જ પોતાના જન્મ દિવસની ઉજવણી કરતા હોય છે. આ વખતે પણ એ જ મુજબનો કાર્યક્રમ છે. બોલીવુડના મહાનાયકના લગ્ન જીવનના 50 વર્ષ પુર્ણ થઈ ચુક્યા છે. તેમના જન્મ દિન પર જાણીએ તેમના લગ્ન સાથે જોડાયેલી એક રોચક કહાની...

3 જૂન 1973ના રોજ અમિતાભ બચ્ચન અને જયાએ લગ્ન થયા હતા. અમિતાભ બચ્ચને થોડા સમય પહેલાં જ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને પોતાની મેરેજ એનિવર્સરીના દિવસે જુની યાદોને તાજા કરી હતી. પોતાના લગ્ન સમયના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. અમિતાભ અને જયાના વર્ષો જૂના ફોટોઝ જોઈને તેમના ચાહકો પણ ખુશ થઈ ગયા હતા. ત્યારે જાણીએ તેમના લગ્ન સાથે જોડાયેલો એવો રોચક કિસ્સો જેની ખુબ ઓછા લોકોને ખબર હશે.

અમિતાભ- જયાની લવ સ્ટોરી:
અમિતાભ બચ્ચન પોતાની એક ફિલ્મની શૂટીંગ પૂર્ણ કર્યા પછી અમિતાભ પોતાના કેટલાક મિત્રો અને જયા બચ્ચનને લઈને વિદેશ ફરવા જવા ઈચ્છતા હતા.  આ વાતની પરવાનગી તેમને પોતાના પિતા હરિવંશ રાય બચ્ચ પાસે માગી ત્યારે તેમને કહ્યું કે, જો તેઓ જયાને વિદેશ ફરવા લઈ જવા ઈચ્છે છે તો જયા સાથે લગ્ન કરવા પડશે. લગ્ન કર્યા બાદ જ અમિતાભ જયાને લઈને વિદેશ ફરવા જઈ શકશે. આજ કારણે અમિતાભે જયા સાથે પહેલાં લગ્ન કરવા પડ્યાં. ત્યાર બાદ બન્નેને સાથે વિદેશ ફરવા જવાની પરિવાર તરફથી પરવાનગી મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news