Gujarati Film : નરસિંહ મહેતાથી શરૂઆત અને 'છેલ્લા દિવસ'થી બદલાવ, આ ગુજરાતી ફિલ્મો તમે જોઈ છે?  

આપણે હવે અર્બન ગુજરાતી ફિલ્મોના ટ્રેન્ડમાં છીએ. ઢોલીવૂડમાં આજે મોટા બદલાવ આવ્યા છે. આજની ગુજરાતી ફિલ્મોની હિરોઈનો બોલિવૂડની હિરોઈનોને ટકકર મારે એવી છે. તમને હવે એજ  ગામડાઓ, જૂના પહેરવેશ જોવા નહીં મળે. હવે અર્બન ઓડિયન્સને ધ્યાને રાખીને ફિલ્મો બની રહી છે. 2010 પછી ગુજરાતી સીનેમામાં બદલવા આવ્યો અને ફિલ્મમેકર્સ અર્બન ઓડિયન્સને ટાર્ગેટ કરીને ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી

Gujarati Film : નરસિંહ મહેતાથી શરૂઆત અને 'છેલ્લા દિવસ'થી બદલાવ, આ ગુજરાતી ફિલ્મો તમે જોઈ છે?  

આપણે હવે અર્બન ગુજરાતી ફિલ્મોના ટ્રેન્ડમાં છીએ. ઢોલીવૂડમાં આજે મોટા બદલાવ આવ્યા છે. આજની ગુજરાતી ફિલ્મોની હિરોઈનો બોલિવૂડની હિરોઈનોને ટકકર મારે એવી છે. તમને હવે એજ  ગામડાઓ, જૂના પહેરવેશ જોવા નહીં મળે. હવે અર્બન ઓડિયન્સને ધ્યાને રાખીને ફિલ્મો બની રહી છે. 2010 પછી ગુજરાતી સીનેમામાં બદલવા આવ્યો અને ફિલ્મમેકર્સ અર્બન ઓડિયન્સને ટાર્ગેટ કરીને ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી. છેલ્લો દિવસ મૂવીએ અર્બન ઓડિયન્સને ખૂબ જ અટરેક્ટ કરીને એવું માનવામાં આવે છે કે ત્યારબાદ ગુજરાતી અર્બન ફિલ્મનો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો. તમને એ ખબર છે કે પહેલી ગુજરાતી ફિલ્મ કઈ હતી. જો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે પહેલી ગુજરાતી ફિલ્મ એ  ચાવ ચાવનો મુરબ્બો હતી જે એક શોર્ટ ફિલ્મ હતી. આ ફિલ્મ 4 ફેબ્રુઆરી 1931ના રોજ બોમ્બેમાં રિલીઝ કરવામાં આવી હતી 

એ બાદ 9 એપ્રિલ 1932 ના રોજ પહેલી ગુજરાતી ફીચર ફિલ્મ નરસિંહ મહેતા રિલીઝ કરવામાં આવી હતી.જેના ડિરેક્ટર નાનુભાઈ વકીલ હતા અને તેને સાગર મૂવીટોન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. ફિલ્મ નરસિંહ મહેતાના જીવન પર આધારિત હતી જેમાં મોહનલાલા, મારુતિરાવ, માસ્ટર મનહર અને મિસ મહેતાબ મેઇન રોલમાં જોવા મળ્યા હતા. આ બાદ ગુજરાતી મૂવીનો જમાનો ચાલું થયો. એક સમયે નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, રાજીવ, અરવિંદ ત્રિવેદી, સ્નેહલતા, રીટા ભાદુરી, અરૂણા ઈરાનીનો જમાનો હતો. કનોડીયા અને ઉપેન્દ્ર ત્રિવેદીની ફિલ્મ હોય તો ટીવી જોવા માટે ભીડ એકઠી થતી.  

આઝાદી પછી 1948માં એક જ વર્ષમાં 26 ફિલ્મો બનાવવામાં આવી હતી. જણાવી દઈએ કે 1961 માં જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા, તે સમયે ગુજરાતી સિનેમાએ 100 ફિલ્મનો આંકડો પાર કરી લીધો હતો. ત્યાં સુધી બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોનો જમાનો હતો. 1968માં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'લીલુડી ધરતી'નામની પહેલી કલર ફિલ્મ રિલીઝ થઈ હતી. એ બાદ 80sઅને 90 ના દાયકા દરમિયાન મોટાભાગની ગુજરાતી સિનેમા રૂલર ઓડિયન્સ પર આધારિત હતી. 2015 બાદ અર્બન ઓડિયન્સને આધારે ફિલ્મો બનવા લાગી હવે એ ફિલ્મોનો જમાનો છે. હવે તો ગુજરાત સરકાર પણ ફિલ્મોને પ્રમોટ કરી રહી છે. તમને ખબર છે કે કયા વર્ષમાં કઈ ફિલ્મ બની તો અમે અહીં તમને વિગતો આપી રહ્યાં છે. 

૧૯૩૦
નરસિંહ મહેતા (1932)
સતી સાવિત્રી (૧૯૩૨)
ગુણસુંદરી (૧૯૩૪)
ઘર જમાઈ (૧૯૩૫)
અક્કલ ના બારદાન (૧૯૩૬)

૧૯૪૦
રાણકદેવી (૧૯૪૬)
મીરાબાઈ (૧૯૪૬)
ગુણસુંદરી (૧૯૪૮)
કરિયાવર (૧૯૪૮)
વડિલોના વાંકે (૧૯૪૮)
જોગીદાસ ખુમાણ (૧૯૪૮)
નણંદ ભોજાઈ (૧૯૪૮)
વેવિશાળ (૧૯૪૯)
મંગળફેરા (૧૯૪૯)
કહ્યાગરો કંથ (૧૯૫૦)

૧૯૫૦
કન્યાદાન (૧૯૫૧)
મૂળુ માણેક (૧૯૫૫)
વિધાતા (૧૯૫૬)
મળેલા જીવ (૧૯૫૬)

૧૯૬૦
મહેંદી રંગ લાગ્યો
અખંડ સૌભાગ્યવતી (૧૯૬૩)
કંકુ ‍‍(૧૯૬૯)

૧૯૭૦
ખમ્મા મારા વીરા / રક્ષા બંધન
સંતુ રંગીલી (૧૯૭૬)

૧૯૮૦
ભવની ભવાઈ

૧૯૯૦
દેશ રે જોયા દાદા પરદેશ જોયા
હું હુંશી હુંશીલાલ

૨૦૦૦
મૈયર મા મનડુ નથી લાગતુ
ધુળકી તારી માયા લાગી (૨૦૦૩)
એકવાર પિયુને મળવા આવજે (૨૦૦૬)
રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭)
બેટર હાફ (૨૦૦૮)
મોટા ઘરની વહુ (૨૦૦૮)
દુઃખડા હરો મા દશામા (૨૦૦૮)
લિટ્ટલ ઝિઝોઉ (૨૦૦૯)
વાગી કાળજે કટારી તારા પ્રેમની (૨૦૧૦)

૨૦૧૦
પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહી (૨૦૧૧)
મોહનના મંકીઝ
ચાર (૨૦૧૧)
વીર હમીરજી (૨૦૧૨)
ભલે પધાર્યા (૨૦૧૨)
કેવી રીતે જઈશ (૨૦૧૨)
સપ્તપદી (૨૦૧૩)
હેપ્પી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડ (૨૦૧૩)
આપણે તો ધીરુભાઈ (૨૦૧૪)
વ્હિસ્કી ઇઝ રિસ્કી (૨૦૧૪)
રસિયા તારી રાધા રોકાણી રંણમાં (૨૦૧૪)
બે યાર (૨૦૧૪)
છેલ્લો દિવસ (૨૦૧૫)
થઇ જશે! (૨૦૧૬)
રોંગ સાઈડ રાજુ (૨૦૧૬)
કેરી ઑન કેસર ‍(૨૦૧૭)
ગુજ્જુભાઈ - મોસ્ટ વોન્ટેડ ‍(૨૦૧૮)
હેલ્લારો ‍(૨૦૧૯)

આ ગુજરાતી ફિલ્મોએ તોડ્યા છે કમાણીના તમામ રેકોર્ડ, જાણો રેકોર્ડબ્રેક કમાણી કરનારી ટોપ 10 ઢોલીવુડ ફિલ્મો

1. ચાલ જીવી લઈએ

Chaal Jeevi Laiye: 2019માં આવેલી આ ફિલ્મે ગુજરાતી ફિલ્મ જગતને હચમચાવી દીધુ. સિદ્ધાર્થ રાંદેરિયા, આરોહી પટેલ, ભાવિક ભોજક અને યશ સોનીની આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. Internet Movie Database (IMDB) ના આંકડા મુજબ આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ છે. જેની વર્લ્ડ વાઈડ ગ્રોસ કમાણી 52.14cr રૂપિયા છે. આ ફિલ્મ વિપુલ મહેતાએ ડાઈરેક્ટ કરી છે.

2. 3 એક્કા

3 Ekka: ચાલુ વર્ષ 2023માં આવેલી આ ફિલ્મે પણ કમાણીમાં ભૂક્કા બોલાવ્યા છે. સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મોની IMDB ની યાદી મુજબ તે બીજા સ્થાને છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, કિંજલ રાજપ્રિયા એશા કંસારા, વગેરે કલાકારો છે. ફિલ્મને રાજેશ શર્માએ ડાઈરેક્ટ કરી છે. વર્લ્ડ વાઈડ આ ફિલ્મે 31.20cr રૂપિયાનો વકરો કરેલો છે. 

3. દેશ રે જોયા દાદા પરદેશ જોયા

Desh Re Joya Dada Pardesh Joya: 1998માં રિલીઝ થયેલી આ ફિલ્મે તે વખતે  ચીલાચાલુ ઘરેડ તોડીને અલગ જ રસ્તો અપનાવ્યો હતો. લોકો થિયેટરોમાં આ ફિલ્મ જોવા માટે રીત સર ઉમટી પડતા હતા. આ ફિલ્મમાં હિતેન કુમાર, રોમા માણેક, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા જેવા કલાકારોએ અભિનયના અજવાળા પાથર્યા છે. ફિલ્મને ગોવિંદભાઈ પટેલે ડિરેક્ટ કરેલી છે. સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ હાલ ત્રીજા નંબરે છે. ફિલ્મે વર્લ્ડ વાઈડ ગ્રોસ 22cr નો વકરો કરેલો છે. 

4. શું થયું

Shu Thayu: 2018માં આવેલી આ ફિલ્મ કમાણીમાં હાલ ચોથા નંબરે છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર, યશ સોની, આર્જવ ત્રિવેદી, મિત્ર ગઢવી જેવા કલાકારો છે. ફિલ્મને કૃષ્ણદેવ યાજ્ઞિકે ડિરેક્ટ કરી છે. IMDb ની યાદી મુજબ આ ફિલ્મ કમાણીમાં ચોથા નંબરે છે અને વર્લ્ડ વાઈડ ગ્રોસ  21cr ની કમાણી કરી છે. 

5. કહેવતલાલ પરિવાર

Kehvatlal Parivar:  2022માં આવેલી આ ફિલ્મમાં ધ્રુમિલ ચૌહાણ, શ્રદ્ધા ડાંગર, ભવ્ય ગાંધી, નીલ ગંગદાણી જેવા કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મને વિપુલ મહેતાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ ગ્રોસ 19.50cr ની કમાણી કરી છે. કમાણીની યાદીમાં આ ફિલ્મ હાલ પાંચમા નંબરે છે. 

6. છેલ્લો દિવસ

Chhello Divas: A New Beginning: 2015માં આવેલી આ ગુજરાતી ફિલ્મે વર્લ્ડ વાઈડ ગ્રોસ 18cr રૂપિયાની કમાણી કરી અને યાદીમાં છઠ્ઠા નંબરે છે. આ ફિલ્મમાં યશ સોની, મલ્હાર ઠાકર, જાનકી બોડીવાલા, મિત્ર ગઢવી જેવા કલાકારોએ  કામ કર્યું છે અને ફિલ્મનું દિગ્દર્શન કૃષ્ણદેવ યાજ્ઞિકે કરેલું છે. 

7. શરતો લાગુ

Sharato Lagu: આજથી પાંચ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2018માં આવેલી આ ફિલ્મ કઈંક અલગ પ્રકારનો મુદ્દો લઈને આવી હતી. ફિલ્મમાં મલ્હાર ઠક્કર, દીક્ષા જોશી, ગોપી દેસાઈ, પ્રશાંત બારોટ જેવા કલાકારો જોવા મળ્યા. ફિલ્મને નીરજ જોશીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ ગ્રોસ 17.50cr રૂપિયાની કમાણી કરી છે. 

8. હેલ્લારો

Hellaro: 2019માં આવેલી હેલ્લારો ગુજરાતી ફિલ્મે ખરેખર ફિલ્મ જગત હચમચાવી દીધુ હતું. ફિલ્મને અભિષેક શાહે ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં શ્રદ્ધા ડાંગર, જયેશ મોરે, તેજલ પંચાસરા, શૈલેષ પ્રજાપતિ જેવા કલાકારોએ કામ કર્યું છે. આ ફિલ્મ કમાણીની યાદીમાં 8માં નંબરે છે અને તેણે વર્લ્ડ વાઈડ ગ્રોસ 16cr રૂપિયાનો વકરો કરેલો છે. 

9. ગુજ્જુભાઈ ધ ગ્રેટ

Gujjubhai the Great: સિદ્ધાર્થ રાંદેરિયાની આ ફિલ્મ જ્યારે 2015માં થિયેટરમાં આવી તો ખુબ ધમાલ મચાવી હતી. ઈશાન રાંદેરિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા ઉપરાંત જિમિત ત્રિવેદી, સ્વાતિ શાહ, દિપના પટેલ જેવા કલાકારો જોવા મળ્યા. આ ફિલ્મે કમાણીની યાદીમાં 9માં નંબરે છે. ફિલ્મે વર્લ્ડ વાઈડ ગ્રોસ 15cr રૂપિયાનો વકરો કરેલો છે. 

10. નાડી દોષ

Naadi Dosh: 2022માં આવેલી આ ફિલ્મ નવી જનરેશનના પ્રેમી પંખીડાઓ પર આધારિત છે. જેમાં ભાઈ બહેનનો સ્નેહ પણ અદભૂત રીતે જોવા મળ્યો છે. ફિલ્મમાં યશ સોની, જાનકી બોડીવાલા, રૌનક કામદાર, પ્રશાંત બારોટ જેવા કલાકારોએ કામ કર્યું છે. ફિલ્મને કૃષ્ણદેવ યાજ્ઞિકે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ ગ્રોસ 13.50cr કરોડની કમાણી કરેલી છે. 

 (Disclaimer: કમાણીના તમામ આંકડા Internet Movie Database (IMDb)ની વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news