મ્યુઝિકની દુનિયા પર Covid-19નો કહેર, હવે આ જાણિતા સિંગરનું થયું નિધન

ગ્રેમી-નામાંકિત જાણીતા સિંગર ટ્રોય સ્નીડ (Troy Sneed)નું કોવિડ-19 (Covid-19)ના કારણે ઉભી થયેલી મુશ્કેલીઓના કારણે મોત થયું છે. તે 52 વર્ષના હતા. યૂએસએ ટુડે ડોટ કોમના રિપોર્ટ અનુસાર સ્નીડના પ્રચારક, બિલ કારપેન્ટરે શેર કર્યુ હતું કે, સિંગરનું સોમવારના ફ્લોરિડાના જૈક્સનવિલેની એક હોસ્પિટલમાં નિધન થયું છે.
મ્યુઝિકની દુનિયા પર Covid-19નો કહેર, હવે આ જાણિતા સિંગરનું થયું નિધન

નવી દિલ્હી: ગ્રેમી-નામાંકિત જાણીતા સિંગર ટ્રોય સ્નીડ (Troy Sneed)નું કોવિડ-19 (Covid-19)ના કારણે ઉભી થયેલી મુશ્કેલીઓના કારણે મોત થયું છે. તે 52 વર્ષના હતા. યૂએસએ ટુડે ડોટ કોમના રિપોર્ટ અનુસાર સ્નીડના પ્રચારક, બિલ કારપેન્ટરે શેર કર્યુ હતું કે, સિંગરનું સોમવારના ફ્લોરિડાના જૈક્સનવિલેની એક હોસ્પિટલમાં નિધન થયું છે.

સ્નીડને 1999માં યૂથ ફોર ક્રાઇસ્ટના આલ્બમ હાયરમાં તેના કામ માટે ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.

સિંગરે તેના કરિયરની શરૂઆતમાં જોર્જિયા માસ ચોયરની સાથે આ ફેમસ સોન્ગ માટે સમગ્ર અમેરિકાની યાત્રા કરી હતી. તેમણે તેમના આલ્બમોમાં સંગીત પણ આપ્યું અને 1996ની ફિલ્મ ધ પ્રીચર્સ બાઈફમાં વ્હિટની હ્યૂસ્ટન અને ડેનજેલ વાશિંગટન અભિનીતી સિંગરની સાથે જોવા મળ્યા હતા. તેમણે યૂથ ફોર ક્રાઇસ્ટના ધ સ્ટ્રગલ ઈઝ ઓવરમાં એક નિર્માતા તરીકે પણ કામ કર્યું છે. જે 2006માં બિલબોર્ડના સુસમાચાર ગીત ચાર્ટમાં નંબર 1 પર હતું.

એક એકલ કલાકારના રૂપમાં સ્નીડે સાત આલ્બમ રિલીઝ કર્યા. તેમના ઘણા હીટ સોન્ગ રહ્યાં છે. તેઓ તેમના સોન્ગ હલેલૂજાહના માટે પણ જાણીતા છે. (ઈનપુટ: IANS)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news