સુશાંત સિંહ રાજપૂત પર બનશે ફિલ્મ 'Suicide or Murder', લીડ રોલમાં હશે આ સ્ટાર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત બાદ ચાલી રહેલા વિવાદોની વચ્ચે તેમના પર એક ફિલ્મ બનાવાની જાહેરાત થઈ રહી છે. આ ફિલ્મનું નામ હશે 'Suicide or Murder'. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સુશાંત જેવા દેખાતા ટિકટોક સ્ટાર સચિન તિવારી (TikTok Ster Sachin Tiwari) નિભાવશે. આ ફિલ્મ કથિત રીતે તેની પરિસ્થિતિઓ પર આધારીત છે, જેના કારણે યુવા અભિનેતાનું અકાળે નિધન થયું છે.
સુશાંત સિંહ રાજપૂત પર બનશે ફિલ્મ 'Suicide or Murder', લીડ રોલમાં હશે આ સ્ટાર

લખનઉ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત બાદ ચાલી રહેલા વિવાદોની વચ્ચે તેમના પર એક ફિલ્મ બનાવાની જાહેરાત થઈ રહી છે. આ ફિલ્મનું નામ હશે 'Suicide or Murder'. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સુશાંત જેવા દેખાતા ટિકટોક સ્ટાર સચિન તિવારી (TikTok Ster Sachin Tiwari) નિભાવશે. આ ફિલ્મ કથિત રીતે તેની પરિસ્થિતિઓ પર આધારીત છે, જેના કારણે યુવા અભિનેતાનું અકાળે નિધન થયું છે.

ઉત્તર પ્રદેશના રાયબરેલીના રહેવાસી સચિન તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત કરી છે કે તે ફિલ્મમાં 'ધ આઉટસાઇડર'નો રોલ નિભાવશે. આ ફિલ્મનું નિર્દેશન શમિક મૌલિક કરી રહ્યાં છે.

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ટિકટોક સ્ટાર સચિન તિવારી ચર્ચામાં આવ્યો. જે કે સુશાંત સિંહ જેવો દેખાય છે. તેના લુકના કારણે જ તેના ફેન્સ વધતા જાય છે. તિવારી ફિટનેસ લવર છે અને નિયમિત રીતે તેનું વર્કઆઉટ અને તેના સ્ટંટના વીડિયો બનાવી પોસ્ટ કરે છે. હવે તેના સુશાંત સિંહ રાજપૂતનો ચાહક હોવાનો દાવો કરતા સુંશાત સિંહના સોન્ગ પર ડાન્સ કરતા ઘણા વીડિયો પણ પોસ્ટ કર્યા છે. તિવારીએ ફિલ્મનું ફસ્ટ લુક રિલીઝ કર્યું છે.

ફિલ્મનું નિર્માણ VSGbinge કરી રહ્યું છે. તેના નિર્માતા વિજય શંકર ગુપ્તાએ કહ્યું કે, તેમણે ફિલ્મને વર્ષના અંત સુધી રિલીઝ કરવાની યોજના બનાવી છે.

A post shared by Sachin Tiwari (@officialtiwarisachin) on

ગુપ્તાએ કહ્યું કે, અનપેક્ષિત વિલંબના મામલામાં અમે તેને 26 જાન્યુઆરી 2021 સુધીમાં રિલિઝ કરીશું. આ ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની બાયોપિક નથી પરંતુ તે તેમના જીવન અને ઘણા અન્ય બહારના લોકોથી પ્રેરિત છે, જે કથિત રીતે ભાઇ-ભત્રીજાવાદ અને બોલિવુડ માફિયાના શિકાર છે.

આ ફિલ્મ માટે સિંગર અને મ્યૂઝિક ડાયરેક્ટર શ્રદ્ધા પંડિત મ્યૂઝિક કંપોઝ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news