'પતિ પત્ની ઓર વો'નું પ્રથમ ગીત 'ધીમે-ધીમે' રિલીઝ, જુઓ VIDEO

ટોની કક્કર અને નેહા કક્કરના અવાજમાં આ ગીત લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. 

'પતિ પત્ની ઓર વો'નું પ્રથમ ગીત 'ધીમે-ધીમે' રિલીઝ, જુઓ VIDEO

નવી દિલ્હીઃ ડાયરેક્ટર મુદસ્સર અઝીઝના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'પતિ પત્ની ઓર વો'નું (Pati Patni Aur Woh)' પ્રથમ ગીત સોમવારે રિલીઝ થયું છે. ફિલ્મના પ્રથમ ગીત 'ધીમે-ધીમે'ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કાર્તિક આર્યન (Kartik Aaryan), ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) અને અનન્યા પાંડેની (Ananya Panday) આ ફિલ્મનું ટ્રેલર આવ્યા બાદથી લોકો તેની રાહ જોઈ રહ્યાં છે. હવે પ્રથમ ગીત આવ્યા બાદ લોકોની ઉત્સુકતામાં વધારો થયો છે. 

આ ફિલ્મમાં કાર્તિક આર્યન પોતાની પત્ની (ભૂમિ પેડનેકર) અને ગર્લફ્રેન્ડ (અનન્યા પાંડે)ની સાથે રોમાન્સ કરતો જોવા મળશે. ફિલ્મમાં આ ત્રણેયની કહાની તેમને ખુબ હસાવશે. ફિલ્મના પ્રથમ ગીત 'ધીમે-ધીમે'મા તમે જોઈ શકો છે કે તે કાર્તિક આર્યન બંન્ને સાથે આંખ લડાવી રહ્યો છે. 

નેહા કક્કર અને ટોની કક્કરના અવાજમાં પાક્કુ આ ગીત વર્ષનું આગામી પાર્ટી એન્થમ છે. આ ગીતને તનિષ્ક બાગચીએ કંપોઝ કર્યું છે. લિરિક્સ ટોની કક્કર, તનિષ્ક બાગચી અને મેલો ડીએ લખ્યા છે. 

આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે. આ રોમેન્ટિક કોમેડીમાં પ્રથમ વાર આ ત્રણ સ્ટાર્સ સ્ક્રીન શેર કરતા જોવા મળશે. મહત્વનું છે કે 'પતિ પત્ની અને વો' વર્ષ 1978મા આવેલી ફિલ્મ  'પતિ પત્ની અને વો'નું અડોપ્ટેશન છે, જેમાં સંજીવ કુમાર, વિદ્યા સિન્હા અને રંજીતા કૌર મુખ્ય ભૂમિકામાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news