કંગના રનૌતે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે કરી મુલાકાત, ફિલ્મ 'તેજસ' માટે લીધા આશીર્વાદ

કોરોના વાયરસ બાદ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત એકવાર ફરી એક્શનમાં જોવા મળી રહી છે. તે પોતાની ફિલ્મો પૂરી કરી રહી છે અને કેટલીક નવી ફિલ્મોની તૈયારી કરી રહી છે.
 

કંગના રનૌતે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે કરી મુલાકાત, ફિલ્મ 'તેજસ' માટે લીધા આશીર્વાદ

નવી દિલ્હીઃ કંગના રનૌત જલદી ફિલ્મ તેજસમાં જોવા મળશે. હવે તેણે આ ફિલ્મને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર તેની તસવીર પણ શેર કરી છે. તેમાં રક્ષામંત્રીને કંગના સાથે ફિલ્મને લઈને વાતચીત કરતા જોઈ શકાય છે.

કંગના રનૌતે રક્ષામંત્રી રાજનાથ સિંહ પાસે શુભેચ્છા પણ માગી છે. કોરોના વાયરસ બાદ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત એકવાર ફરી એક્શનમાં જોવા મળી રહી છે. તે પોતાની ફિલ્મો પૂરી કરી રહી છે અને કેટલીક નવી ફિલ્મોની તૈયારી કરી રહી છે. થોડા સમય પહેલા કંગનાએ સોશિયલ મીડિયા પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાતની તસવીરો શેર કરી છે. તે ફિલ્મ તેજસ સાથે જોડાયેલી મંજૂરી માટે રાજનાથ સિંહને મળી હતી. 

— Kangana Ranaut (@KanganaTeam) December 13, 2020

કંગનાએ તે પણ કહ્યું કે, ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તેણે રાજનાથ સિંહને ભેટમાં આપી છે અને આ ફિલ્મ માટે આશીર્વાદ પણ માગ્યા છે. તેણે લખ્યું છે, 'આજે ટીમ તેજસે માનનીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની મુલાકાત કરી છે. તેમના આશીર્વાદ લીધા છે. અમે અમારી ફિલ્મ તેજની કહાની પણ શેર કરી છે. ઈન્ડિયન એર ફોર્સમાંથી કેટલીક પરમિશન માગી છે. જય હિંદ.' કંગના રનૌતને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાતચીત કરતા જોઈ શકાય છે. આ તકે કંગનાની બહેન રંગોલી પણ જોવા મળી રહી છે. કોરોના વાયરસને કારણે બધા લોકોએ માસ્ક પહેર્યા છે. થોડા સમય પહેલા કંગનાએ જાણકારી આપી હતી કે તે ફિલ્મ તેજસ માટે તૈયાર થઈ રહી છે. 

Priyanka Chopraએ પતિ Nick Jonasને ધક્કો મારી ગાડીમાંથી ઉતાર્યો, જાણો શું છે સત્ય

કંગના રનૌત બોલીવુડની ટોપ અભિનેત્રી છે. તે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા નિભાવી ચુકી છે. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. કંગનાએ હાલમાં ફિલ્મ થલૈવીનું શૂટિંગ પૂરુ કર્યું છે. આ ફિલ્મમાં તે જે. જયલલિતાની ભૂમિકા નિભાવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news