Bigg Boss 12 : સિંગલ બેડ કે ડબલ બેડ? આ પસંદગીએ જાહેર કરી જસલીન-અનુપની હકીકત
આ બંનેની રિલેશનશીપ જોઈને તમામ સ્પર્ધકો આશ્ચર્યચક્તિ થઈ ગયા છે
Trending Photos
મુંબઈ : બિગ બોસ 12ના ઘરમાં સેલેબથી માંડીને કોમનર સુધી તમામ સ્પર્ધકોની એન્ટ્રી થઈ ગઈ છે. આ વખતની તમામ જોડીઓમાં અનુપ જલોટા અને જસલીનની જોડી સૌથી ચર્ચાસ્પદ સાબિત થઈ છે. આ બંને પોતાની રિલેશનશીપના કારણે ચર્ચાસ્પદ બન્યા છે. જોકે બિગ બોસના ઘરમાં આ જોડીની જેવી એન્ટ્રી થઈ કે જસલીન તરત પોતાનો બેડ બુક કરાવવા જતી રહી. જસલીને આ ઘરમાં પોતાના માટે સિંગલ બેડની પસંદગી કરી છે. જસલીનનું આ વર્તન જોઈને અનુપ જલોટાએ કહ્યું કે અરે, હું તો બહુ દુર થઈ ગયો. આ વાત સાંભળીને જસલીને તરત કમેન્ટ કરતા કહ્યું કે હું તમારા માટે સારા પાર્ટનરવાળો બેડ ગોતી દઈશ.
આ શોના પ્રીમિયરમાં સલમાને અનુપ અને જસલીનને લવબર્ડસ ગણાવ્યા છે પણ બીજા સ્પર્ધકોને આ વાત ગળે નથી ઉતરી. એક વીડિયોમાં તેમના સંબંધો વિશે બીજા સભ્યો સવાલ ઉઠાવી રહ્યા છે. જોકે જસલીન ગુસ્સાથી જવાબ આપીને આ ચર્ચા પર પુર્ણવિરામ મુકવાનો પ્રયાસ કરે છે.
Gharwale hai @anupjalota aur #JasleenMatharu ke rishtey se thode confuse. Kya unke sawaalon ka jawaab de payenge ye singer aur unki muse? Find out tonight at 9PM on #BB12.@iamappyfizz @oppomobileindia @TheGarnierMan @letsdroom pic.twitter.com/ANsqqE93vb
— COLORS (@ColorsTV) September 17, 2018
સોશિયલ મીડિયા પર અનુપ અને જસલીનના સંબંધો પર સવાલ ઉભો કર્યો છે અને બધી જગ્યાએ તેમની ટીકા થઈ રહી છે. રિયાલિટી શો 'બિગ બોસ'માં અનુપ જલોટા અને તેની ગર્લફ્રેન્ડ જસલીનની જોડી ચર્ચાનો મુદ્દો બની છે. જોકે હવે ધીરેધીરે અનુપ જલોટાની પોલ ખુલવાની શરૂ થઈ ગઈ છે. ભજન ગાયક અનુપ જલોટા અને તેનાથી 37 વર્ષ નાની શિષ્યાના અફેરની ચારે તરફ ચર્ચા છે ત્યારે નવીનવી વાત સામે આવી રહી છે. અનુપ જલોટાના અંગત જીવનની વાત કરીએ તો તે જસલીન પહેલાં ત્રણ વખત લગ્ન કરી ચૂક્યા છે. તેના બે લગ્નનો અંત ડિવોર્સ સાથે આવ્યો હતો જ્યારે ત્રીજી પત્ની મેઘા ગુજરાલના નિધન સાથે તેના લગ્નનો અંત આવી ગયો હતો. ન્યૂઝ પોર્ટલ લલ્લન ટોપના રિપોર્ટ પ્રમાણે અનુપ જલોટા પર વર્ષો પહેલાં એક ઇઝરાયલી મોડેલે કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે