દીપિકાનો Exclusive તપાસ રિપોર્ટ ફક્ત Zee News પાસે, જાણો શું-શું થયું

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ગેસ્ટ હાઉસમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની દરેક મોમેન્ટની જાણકારી ફક્ત Zee News પાસે છે. દીપિકાએ જેવો જ ગેસ્ટ હાઉસમાં પ્રવેશ કર્યો, મહિલા ઓફિસરે સૌથી પહેલાં તેમની તલાશી લીધી.

દીપિકાનો Exclusive તપાસ રિપોર્ટ ફક્ત Zee News પાસે, જાણો શું-શું થયું

મુંબઇ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ગેસ્ટ હાઉસમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની દરેક મોમેન્ટની જાણકારી ફક્ત Zee News પાસે છે. દીપિકાએ જેવો જ ગેસ્ટ હાઉસમાં પ્રવેશ કર્યો, મહિલા ઓફિસરે સૌથી પહેલાં તેમની તલાશી લીધી. આ તપાસ કરવામાં આવી કે તેમણે ક્યાંય ડિવાઇસ છુપાવીને રાખ્યું  તો નથી. આ પણ તપાસ કરવામાં આવી કે તેમની પાસે કોઇ વધારાનો ફોન અથવા સામાન તો નથી, જેથી કોઇપણ પ્રકારની અનહોનીથી બચી શકાય. પૂછપરછ પહેલાં દીપિકાનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો હતો. 

10-15 મિનિટ બાદ દીપિકાને સીધી એનસીબી ગેસ્ટ હાઉસના બીજા ફ્લોરના ઇંટ્રોગેશન રૂમમાં લઇ જવામાં આવી. તમને જણાવી દઇએ કે એસઆઇટીએ તેને પોતાની અસ્થાઇ ઓફિસ બનાવી છે. 

બે ભાગમાં થઇ પૂછપરછ
દીપિકા સાથે પહેલાં સામાન્ય વાતચીત (ઇનફોર્મલ ટોક) થઇ. તમને જણાવી દઇએ કે ઇનફોર્મલ ટોક દ્વારા આરોપીઓને સામાન્ય કરવામાં આવે છે, જેથી તે સહજ થઇ જાય. તણાવ થોડો ઓછો થઇ જાવ. એવું જ દીપિકા પાદુકોણ સાથે કરવામાં આવે. જેથી તે સામાન્ય રીતે પ્રશ્નોના જવાબ આપી શકે. 

દીપિકા આશ્વર્યચકિત થઇ ગઇ
ઇનફોર્મલ ટોકમાં આરોપી વિશે પોતાના વિશે જણાવતાં કહેવામાં આવે છે. દીપિકા પાદુકોણ મોટી સ્ટાર છે. તેને જ્યારે પૂછવામાં આવ્યું છે કે તે પોતાના વિશે બતાવે, જેમ કે પોતાનું અને પોતાના કામ વિશે, દીપિકા આશ્વર્યમાં પડી ગઇ. 

એનસીબીના પ્રશ્નોમાં ગુંચવાઇ દીપિકા

સામનય પૂછપરછ બાદ આરોપીને બે પ્રકારના પ્રશ્નો કરવામાં આવે છે. પહેલો 'ફિકસ્ડ પ્રશ્ન' અને બીજો 'સિચ્યુએશન બેસ્ડ પ્રશ્ન'

અહીંયા દીપિકા સાથે ડ્રગ્સ ચેટ સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેને એનસીબીએ પહેલાંથી જ તૈયાર કરીને રાખ્યા હતા. જ્યારે દીપિકાએ તપાસકર્તાના પ્રશ્નોના જવાબ આપવાનું શરૂ કર્યું, તો એનસીબીએ પહેલાંથી જ તેમના જવાબોનો અંદાજો હતો. જેમ કે તે કહેશે કે તેમણે ડ્રગ્સ લીધું નથી. પછી તેની સાથે જોડાયેલા પ્રશ્નો કરવામાં  આવે છે. તેમણે પ્રશ્નોને ફેરવી ફેરવી વારંવાર પૂછવામાં આવે છે, જેથી આરોપી પ્રશ્નો ગુંચવાઇ, પરંતુ દીપિકા ગુંચવાઇ નહી. 

પૂછવામાં આવ્યા ડ્રગ્સ ચેટ સાથે સંકળયેલા સવાલ

પ્રથમ પ્રશ્ન: એનસીબીએ દીપિકાને સૌથી પહેલાં પૂછ્યું કે તમે 2017ની ડ્રગ્સ ચેટમાં લખ્યું હતું. માલ છે શું?

દીપિકા: હાં મેં પૂછ્યું હતું... માલ છે શું, પરંતુ આ માલ તે નથી જે તમે લોકો સમજી રહ્યા છે. અમે માલ સિગારેટને કહીએ છીએ. માલ સિગરેટ માટે અમારો કોડવર્ડ છે.' 

બીજો પ્રશ્ન: પછી હૈશ શું છે? આ તમારી ચેટનો ભાગ છે. 

દીપિકા: હા. માલ અમે લોકો સિગારેટને કહીએ છી અને હૈશ અને વીડ એક પ્રકારની સિગારેટને કહીએ છીએ. એટલે કે અલગ-અલગ બ્રાંડની સિગારેટને. 
 
ત્રીજો પ્રશ્ન: હૈશ અને વીડ અલગ-અલગ બ્રાંડની સિગારેટ કેવી હોય છે. 

દીપિકા: હૈશ અમે પતંજલી સિગારેટને કહે છે અને વીડ મોટી સિગારેટને. અમે સિગારેટ પીવે છે, પરંતુ આ ડ્રગ્સનું સેવન નથી.

દીપિકાએ પોતાના આ કોડવર્ડને યોગ્ય ગણાવવા માટે દલીલ કરી કે ફિલ્મ ઇંડસ્ટ્રીમાં પણ પરસ્પરમાં વાતચીત દરમિયાન અમે ઘણા બધા કોડવર્ડનો ઉપયોગ કરીએ છીએ. તેમણે એવા ઘણા કોડવર્ડ બતાવ્યા, જેમાં બે ખાસ છે. એક પનીર અને બીજો ક્વિકી એન્ડ મેરિજ.

દીપિકાએ જણાવ્યું કે પનીરનો ઉપયોગ તે લોકો માટે કરે છે. જે ખૂબ દુબળા પતળા પહેરે છે. તેમણે ક્વિકી એન્ડૅ મેરેજનો ઉપયોગ પણ જણાવ્યો. કહ્યું કે આ લાંબા અને નાના રિલેશનશિપ માટે ઉપયોગ કરવામાં આવે છે. ક્વિકી એટલે થોડા સમય સુધી રહેનાર સંબંધ. મેરેજ એટલે લાંબા સમય સુધી રહેનાર સંબંધ. પૂછપરછમાં દીપિકાએ ડૂબ્સે પણ સિગારેટ બતાવી છે. 

જરૂર પડી તો પછી પૂછપરછ માટે બોલાવવામાં આવશે
દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને માલ અને હૈશ માટે જે નિવેદન આપ્યા હતા, તો બીજી તરફ દીપિકાએ પણ આપ્યા છે. ત્યારે સાચું જાણવા માટે એનસીબીએ કરિશ્માને કાગળ અને કલમ આપી અને તેમની સામે બે સિગારેટ રાખી. એક મોટી એક પતળી. પછી કરિશ્માને કહ્યું કે આ બંને સિગારેટનું નામ લખો. 

કરિશ્માએ પતળી સિગારેટ માટે હૈશ લખ્યું અને મોટી સિગારેટ માટે વીડ એટલે એનસીબીની પૂછપરછ બંને તૈયારી સાથે આવી હતી. જેથી તપાસને ગુમરાહ કરવામાં આવે. જોકે એનસીબી તેમના પ્રશ્નોથી સંતુષ્ટ થઇ નથી અને હવે તેમના વિરૂદ્ધ અને પુરાવા એકઠા કરવામાં આવશે. જરૂર પડી તો ફરીથી પૂછપરછ બોલાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news