પસર્નલ અને પ્રોફેશનલ લાઈફ કેવી રીતે મેનેજ કરે છે કરીના? હીરોઈનને કોણ કરે છે હંમેશા હેરાન?
Kareena Kapoor: એક્ટ્રેસ કરીના કપૂર પોતાની એક્ટિંગ અને સ્ટાઈલને કારણે અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. પરંતુ હાલમાં જ અભિનેત્રી યુનિસેફની ભારતીય રાજદૂત બનવાને કારણે ચર્ચામાં છે. યુનિસેફની ભારતીય એમ્બેસેડર બન્યા બાદ કરીના કપૂરે ઈવેન્ટમાં જણાવ્યું કે તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ કેવી રીતે મેનેજ કરે છે.
Trending Photos
Kareena Kapoor: કરીના કપૂર બોલીવુડની ટોપની અભિનેત્રીઓમાંથી એક છે. તે બોલીવુડના ટોપ એકટર્સ સાથે કામ કરી ચુકી છે. ખાસ કરીને કરીના કપૂરે સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન એમ ત્રણેય ખાન સાથે કામ કર્યું છે. આ ઉપરાંત કરીના કપૂરે અક્ષય કુમાર, અજય દેવગન અને રીતિક રોશન સહિતના બોલીવુડના સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. હાલમાં જ તેને યુનિસેફની ઈન્ડિયન એમ્બેસેડર બનાવાઈ છે. હવે એ જાણીએ કે તે કઈ રીતે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ મેનેજ કરે છે.
એક્ટ્રેસ કરીના કપૂર પોતાની એક્ટિંગ અને સ્ટાઈલને કારણે અવારનવાર લાઈમલાઈટનો હિસ્સો રહે છે. પરંતુ હાલમાં જ અભિનેત્રી યુનિસેફની ભારતીય રાજદૂત બનવાને કારણે ચર્ચામાં છે. યુનિસેફની ભારતીય એમ્બેસેડર બન્યા બાદ કરીના કપૂરે ઈવેન્ટમાં જણાવ્યું કે તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ કેવી રીતે મેનેજ કરે છે. કરીનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુંકે, સૈફઅલી ખાન પણ બિલકુલ બાળકો જેવો જ નિખાલસ અને માસુમ છે. જેમ તૈમૂર સતાવે એમ સૈફ પણ બાળકોની જેમ સતાવતો હોય છે. આવી સ્થિતિમાં પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ મેનેજ કરવા માટે ઘણું ધ્યાન રાખવું પડે છે.
તૈમૂરે કરીનાને શું કહ્યું...
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર તાજેતરમાં જ દિલ્હીમાં યુએનના એક કાર્યક્રમમાં ગઈ હતી. જ્યાં કરીના કપૂરે પ્રોફેશનલ કમિટમેન્ટ્સ અને પર્સનલ લાઈફને બેલેન્સ કરવાની વાત કરી હતી. પુત્ર તૈમુરની ફરિયાદો પર, કરીના કપૂરે કહ્યું કે તે તેને વચન આપે છે કે જ્યારે તે પરત આવશે ત્યારે તે તેની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશે. કરીના કપૂરે કહ્યું, જે છોકરાઓ માત્ર તેમના પિતાને જ નહીં પરંતુ તેમની માતાને પણ કામ કરતા જુએ છે, તેઓ એ વાતનું સન્માન કરે છે કે માતા પણ વ્યસ્ત રહી શકે છે. આજે તેના બાળકોની રજા હતી, અને તે ઈચ્છતો હતો કે હું તેની સાથે રહું. પણ મેં કહ્યું કે મારે કામ પર જવું પડશે. કરીનાએ જણાવ્યું કે પછી તૈમુરે તેને કહ્યું- તું હંમેશા કામ માટે દિલ્હી અને દુબઈ જાય છે, હું તારી સાથે રહેવા માંગુ છું. ત્યારે મેં તેને કહ્યું કે કામ પણ મહત્વનું છે અને મેં પાછા આવીને તેની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનું વચન આપ્યું.
યુનિસેફમાં ભારતની રાજદૂતઃ
કરીના કપૂરે ઈવેન્ટમાં એ પણ કહ્યું કે તે અને તેના પતિ સૈફ બાળકો સાથે શું વાત કરવી તેનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. સૈફ અને તે બાળકોની સામે પ્રેમથી વાત કરે છે, જેથી તેઓને શીખવી શકાય. 4 મેના રોજ યુનિસેફ ઇન્ડિયાએ બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનને તેની નવી રાષ્ટ્રીય રાજદૂત તરીકે જાહેર કરી હતી. ઈવેન્ટ દરમિયાન કરીના કપૂરે જણાવ્યું કે તે એક દાયકાથી યુનિસેફ ઈન્ડિયા સાથે જોડાયેલી છે. અને દરેક બાળકના પ્રાથમિક વિકાસ, આરોગ્ય, શિક્ષણ અને લિંગ સમાનતાના અધિકારોને આગળ વધારવામાં યુનિસેફને સમર્થન આપે છે.
કરીનાની અપકમિંગફિલ્મોઃ
કરીના કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે તબ્બુ અને કૃતિ સેનન સાથે ફિલ્મ ક્રૂમાં સિલ્વર સ્ક્રીન પર જોવા મળી હતી. તેથી જો અહેવાલોનું માનીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનમાં જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે