Drugs Case: ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની મુશ્કેલીઓ વધી, NCB એ 200 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી

કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા માટે ફરીથી એક મોટી મુસીબત ઊભી થઈ છે. NCB એ ડ્રગ્સ કેસમાં તેમના વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. ડ્રગ્સ કેસમાં ભારતી સિંહ અને હર્ષે જેલની હવા પણ ખાવી પડી હતી. હાલ તેઓ જામીન પર બહાર છે. 

Drugs Case: ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની મુશ્કેલીઓ વધી, NCB એ 200 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી

ટીવી જગતના જાણીતા કપલ અને કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા ફરી મોટી મુસીબતમાં મુકાયા છે. ડ્રગ્સ કેસમાં ભારતી અને હર્ષ પર એનસીબીએ એકવાર ફરીથી સકંજો કસ્યો છે. તપાસ એજન્સી તરફથી હવે કોર્ટમાં 200 પાનાની ચાર્જશીટ ફાઈલ કરાઈ છે. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સને લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)નું સર્ચ અભિયાન સતત ચાલુ છે. આ મામલે અત્યાર સુધીમાં દીપિકા પાદુકોણ સહિત અનેક મોટા સ્ટાર્સની પૂછપરછ પણ થઈ ચૂકી છે. જેમાં ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા પણ સામેલ છે. 

ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરાઈ
મીડિયા રિપોર્ટ્સ મુજબ ડ્રગ્સ કેસમાં કોમેડી ક્વીન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા વિરુદ્ધ એનસીબીએ 200 પાનાની ચાર્જશીટ તૈયાર કરી છે. ડ્રગ્સ કેસમાં ભારતી સિંહ અને હર્ષે જેલની હવા પણ ખાવી પડી હતી. હાલ તેઓ જામીન પર બહાર છે. ચાર્જશીટ દાખલ થયા બાદ હવે ભારતી અને હર્ષની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2020માં એનસીબીએ ભારતી અને હર્ષની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી 86.50 ગ્રામ ગાંજો મળ્યો હતો. 

એનસીબીએ એવો દાવો કર્યો કે પૂછપરછ દરમિયાન ભારતી અને હર્ષ બંનેએ ગાંજાના સેવનની વાત સ્વીકારી હતી. ત્યારબાદ કપલની એનડીપીએસ એક્ટ 1986ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ તે જામીન પર બહાર આવ્યા અને ત્યારથી પહેલાની જેમ પોતાનું જીવન જીવી રહ્યા છે. થોડા સમય પહેલા ભારતીએ તેમના પહેલા બાળકને પણ જન્મ આપ્યો. સોશિયલ મીડિયા ઉપર તેમની અનેક તસવીરો જોવા મળતી રહે છે. હર્ષ પણ પિતા બન્યા પછી ખુબ ખુશ છે. પણ હવે કપલ માટે ફરીથી મુસીબત માથે આવી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news