એશ્વર્યાનું નામ સાંભળતા જ સલમાનને અચાનક આ શું થઈ ગયું? ખાસ જુઓ VIDEO 

હાલમાં જ અનિલ કપૂર સલમાન ખાનના શો 'દસ કા દમ'ના સેટ પર ફિલ્મ 'ફન્ને ખા' માટે પ્રમોશન કરવા માટે પહોંચ્યો હતો.

એશ્વર્યાનું નામ સાંભળતા જ સલમાનને અચાનક આ શું થઈ ગયું? ખાસ જુઓ VIDEO 

હાલમાં જ અનિલ કપૂર સલમાન ખાનના શો 'દસ કા દમ'ના સેટ પર ફિલ્મ 'ફન્ને ખા' માટે પ્રમોશન કરવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન એક પળ એવી પણ આવી કે અચાનક સલમાન સામે એશ્વર્યાનું નામ લેવાયું અને સલમાનના તે વખતના રિએક્શનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

વાત જાણે એમ હતી કે સલમાનના શોમાં ફિલ્મના પ્રમોશન માટે અનિલ કપૂર પહોંચ્યો હતો. અનિલ કપૂરે સલમાન ખાન સામે એશ્વર્યાનું નામ લીધુ કારણ કે ફન્ને ખા ફિલ્મમાં ઐશ્વર્યાની પણ મહત્વની ભૂમિકા છે. ત્યારબાદ સલમાને જે રિએક્ટ કર્યું તે જોવા જેવું હતું. ત્યાં હાજર ઓડિયન્સ પણ જોરજોરથી બૂમો પાડવા લાગી હતી. 

શોમાં અનિલ કપૂર સાથે પીહૂ સંદ પણ જોવા મળી હતી. જે મૂવીમાં તેની ઓનસ્ક્રીન પુત્રીની ભૂમિકા ભજવી રહી છે. અનિલ કપૂરે આ ફિલ્મ અંગે જણાવ્યું કે અમારી જે લતા છે તે બેબી સિંહની મોટી ફેન છે, બેબી સિંહની ભૂમિકા એશ્વર્યા રાય ભજવી રહી છે. ત્યારે સલમાન ખાન કહે છે કે અચ્છા... અચાનક ત્યારે જ દર્શકો તાળીઓ વગાડે છે અને હૂટિંગ કરવા લાગે છથે. ત્યારબાદ અનિલ કપૂર કહે છે કે એશ્વર્યા રાય બચ્ચન. આ દરમિયાન સલમાન હળવું હળવું હસતો જોવા મળે છે. 

A post shared by Salman My Everything (@salman_my_everythingxx) on

આ ઉપરાંત જ્યારે શોમાં એશ્વર્યા રાય પર ફિલ્માવવામાં આવેલું ગીત 'જવા હે મોહબ્બત' વાગે છે ત્યારે પણ સલમાન હસવા લાગે છે. અત્રે જણાવવાનું કે આ પ્રમોશનમાં એશ્વર્યા અને રાજકુમાર રાવ સામેલ નહતાં. એશ્વર્યા અને સલમાનનો ઈતિહાસ જગજાહેર છે. ભૂતકાળમાં તેઓ રિલેશનમાં હતાં અને આ એક્સ કપલ હવે એકબીજાની સામે આવતા પણ કતરાય છે. 

અત્રે જણાવવાનું કે ફન્ને ખા ફિલ્મ અનિલ કપૂર અને પીહૂ સંદની ફિલ્મ છે. ફિલ્મમાં દર્શાવવામાં આવે છે કે કેવી રીતે એક પિતા પુત્રીના સિંગર બનવાના સપનાને પૂરું કરે છે. અતુલ માંજરેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 3 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. લાંબા સમય બાદ અનિલ કપૂર અને એશ્વર્યા રાય સાથે જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news