માર્કેટમાં ધડાધડ વેચાઈ રહેલા આ ઢીંગલાની હકીકત છે વિશ્વાસ ન થાય એવી !

હાલમાં સોશિયલ મીડિયામાં આ ઢીંગલાની તસવીર વાઇરલ બની છે

માર્કેટમાં ધડાધડ વેચાઈ રહેલા આ ઢીંગલાની હકીકત છે વિશ્વાસ ન થાય એવી !

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમુર કોઈ સુપરસ્ટારથી ઓછો નથી. તેની દરેક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની જાય છે. હવે તૈમુરની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે તેના જેવા દેખાવના રમકડાં બજારમાં મળતા થઈ ગયા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એક તસવીર પર વિશ્વાસ મૂકીએ તો કેરળમાં 'તૈમુર ઢીંગલા' વેચાય છે. ટ્વિવટર યુઝર્સ અશ્વિની યાર્દીએ આ તસવીર ટ્વીટ કરી છે.

 

સ્ટારકિડ તૈમુર અલી ખાનના પિતા સૈફ અલી ખાને હાલમાં ખુલાસો કર્યો હતો કે તેના દીકરા તૈમુરની તસવીર ક્લિક કરનાર paparazzi તૈમુરની એક તસવીર મીડિયાને 1500 રૂ.માં વેચે છે. કરીનાના પિતા રણધીર કપૂરે આ વાતની જાણકારી આપી હતી. 

તૈમુર અલી ખાન આખા દેશના આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. તેની દરેક તસવીર વાઇરલ થઈ જાય છે. કરીના પોતે પણ તૈમુરને મળતી પ્રસિદ્ધિથી બહુ ખુશ છે અને કહે છે કે તે તો ભવિષ્યનો સ્ટાર છે. કરીના અને સૈફ બંને તૈમુર માટે બહુ પ્રોટેક્ટિવ પણ છે અને તેને સંભાળવા માટે બે-બે હેલ્પર્સ તેમની પાસે છે. તૈમુર બહુ જલ્દી બે વર્ષનો થવાનો છે ત્યારે તેની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જાય છે.

સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની દીકરી સારાએ માહિતી આપી છે કે તૈમુર તેને 'ગોલ' કહીને તેમજ સૈફને અબ્બા અને કરીનાને અમ્મા કરીને બોલાવે છે. તૈમુર એ એક્ટર સૈફ અને તેની બીજી પત્ની કરીનાનો દીકરો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news