Ranveerને છોડીને ભૂટાન પહોંચી Deepika, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરો

Deepika Padukone Ranveer Singh:  તાજેતરમાં દીપિકા પાદુકોણના (Deepika Padukone) વેકેશનના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દીપિકા હાલમાં પોતાના નવા પ્રોજેક્ટમાં અતિ વ્યસ્ત છે. 

Ranveerને છોડીને ભૂટાન પહોંચી Deepika, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીરો

નવી દિલ્હીઃ Deepika Padukone and Ranveer Singh Marriage: અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)  અને રણવીર સિંહ  (Ranveer Singh) વચ્ચેના સંબંધોને લઈને ઘણા સમયથી ઈન્ટરનેટ પર વિવિધ પ્રકારના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.  આ અહેવાલો વચ્ચે, ઘણા લોકો દીપિકા પાદુકોણનું વેકેશન પચાવી શક્યા નથી. હાલમાં જ દીપિકા પાદુકોણની ભૂટાન વેકેશનની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને લોકોના મનમાં સવાલો ઉભા થયા છે. જોકે, રણવીરની ટીમ દ્વારા એવો ખુલાસો થયો છે કે રણવીર એ પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત છે અને દીપિકા એ ભૂતાન તેમના નવા પ્રોજેક્ટ માટે ગઈ છે. જેને પગલે બંને એકસાથે નથી. 

લોકોને પ્રશ્ન રણવીર સિંહ ક્યાં છે?
 દીપિકા પાદુકોણ  (Deepika Padukone Movies) 'પઠાણ'ની સફળતા અને ફાઈટરનું શેડ્યૂલ પૂર્ણ કરીને ભૂટાન પહોંચી હતી. અભિનેત્રીએ ત્યાં ઘણા ચાહકો સાથે ફોટા ક્લિક કર્યા, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દીપિકા પાદુકોણના (Deepika Padukone Marriage) લગ્નની આ ભૂટાન હોલિડેની તસવીરો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે રણવીર સિંહ ક્યાં ગાયબ છે? રણવીર સિંહ વગર દીપિકા પાદુકોણની રજાઓ લોકોને પસંદ આવી રહી નથી! જોકે, હાલમાં દીપિકા ભૂટાન પોતાના નવા પ્રોજેકટ્ માટે ગઈ છે. જેના ફોટોગ્રાફ હાલમાં વાયરલ થઈ રહ્યાં છે. 

દીપિકા પાદુકોણની આગામી ફિલ્મો
દીપિકા પાદુકોણ (Deepika Padukone Upcoming Movies)ટૂંક સમયમાં ધમાકેદાર પર્ફોર્મન્સ સાથે ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથે 'પ્રોજેક્ટ કે'માં જોવા મળશે. હૃતિક રોશનની સાથે તે 'ફાઇટર'માં એક્શન કરતી જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણ અને રિતિક રોશનની ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. બીજી તરફ રણવીર સિંહની આવનારી ફિલ્મો પર નજર કરીએ તો, અભિનેતા આ વર્ષે કોઈ ખાસ ફિલ્મમાં જોવા મળવાનો નથી. જો રિપોર્ટ્સનું માનીએ તો રણવીર સિંહ પાસે રોહિત શેટ્ટીની પોલીસ કોપ સિરીઝમાંથી માત્ર એક જ ઑફર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news