પુશઅપ કરતા લપસી પડી દીપિકા, વાયરલ થયા વર્કઆઉટ Photos

દીપિકા પાદુકોણેએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જવા માટે તૈયારી કરવાનું શરૂ કરી દીધું છે. તે ગયા અઠવાડિયે પોતાના મેટ ગાલા લુકને કારણે ચર્ચામાં રહી હતી

પુશઅપ કરતા લપસી પડી દીપિકા, વાયરલ થયા વર્કઆઉટ Photos

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં સોશિયલ મીડિયામાં છવાયેલી છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્કઆઉટની તસવીરો શેયર કરતી રહે છે. હાલમાં તેણે એક તસવીર પર કેપ્શન લખીને કહ્યું છે કે તે પુશઅપ કરતી વખતે સ્લિપ થઈ ગઈ હતી પણ તેણે પોતાની જાતને પડતા બચાવી લીધી છે. હાલમાં દીપિકાએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે. તે ગયા અઠવાડિયે પોતાના મેટ ગાલા લુકને કારણે ચર્ચામાં રહી હતી.

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

હાલમાં દીપિકા પાદુકો‌ણે ન્યુ યોર્કમાં જઈને એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરના માતા-પિતા રિશી કપૂર અને નીતુ સિંહ સાથે ખાસ મુલાકાત કરી હતી. થોડા સમય અગાઉ દીપિકાએ ન્યુ યોર્કમાં મેટ ગાલા ઇવેન્ટમાં હાજરી આપી હતી. રિશી કપૂર છેલ્લા થોડા મહિનાથી કેન્સરની સારવાર ન્યુ યોર્કમાં લઈ રહ્યા છે. બોલિવૂડમાંથી અનેક સેલિબ્રિટીઝ તેમને મળવા જાય છે. દીપિકાએ પણ તેમની સાથે થોડો સમય વિતાવ્યો હતો. આ મુલાકાતની તસવીરો નીતુ સિંહે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. 

દીપિકા પાદુકોણ ફિલ્મી દુનિયામાં તો એક મુકામ પ્રાપ્ત કરી ચૂકી છે. હવે તે બિઝનેસની દુનિયામાં પણ પગલા મોડી રહી છે. દીપિકાએ એપિગેમિયા નામથી રોજિંદા ઉપયોગ લેવાતી વસ્તુઓ બનાવનાર કંપની 'ડ્રમ્સ ફૂડ ઇંટરનેશનલ'માં એક મોટું રોકાણ કર્યું છે. ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલ કંપનીના એપિગેમિયા બ્રાંડથી ફ્લેવર્ડ યોગર્ડ, સ્મૂધી અને મિષ્ટી દહી ખૂબ પસંદ કરવામાં આવે છે. કંપનીના સહ-સંસ્થાપક રોહન મીરચંદાનીએ જણાવ્યું કે રોકાણના બદલામાં દીપિકાને કંપનીમાં ઇક્વિટી મળશે અને તે તેની બ્રાંડ એમ્બેસેડર પણ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news