Deepesh Bhan In Taarak Mehta Show: તારક મહેતાના આ શોમાં જેઠાલાલની લાગી હતી વાટ, 'મલખાને' આ રીતે બચાવ્યા
Deepesh Bhan In Taarak Mehta Show: 'ભાભીજી ઘર પર હૈ' શોના એક્ટર દીપેશ ભાનના નિધનથી ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. 'ભાભીજી ઘર પર હૈ' શોમાં દીપેશ મલખાનનો રોલ નિભાવી રહ્યા હતા. તેમની ચર્ચા ભલે આ શો માટે થઈ હોય, પરંતુ શું તમને ખબર છે કે ટીવીના સૌથી પોપ્યુલર શોમાંથી એક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પર પણ દીપેશ એક મહત્વપૂર્ણ રોલ નિભાવી ચૂક્યા છે? આવો તમને જણાવી દઈએ...
Trending Photos
Deepesh Bhan In Taarak Mehta Show: શનિવારના ટીવી શો 'ભાભીજી ઘર પર હૈ'ના એક્ટર દીપેશ ભાનના નિધનથી માત્ર ઇન્ડસ્ટ્રી જ નહીં, ટીવીના દર્શકો પણ શોકમાં છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તે ક્રિકેટ રમતા હતા તે દરમિયાન નિચે પડી ગયા હતા, જે બાદ તેમને તાત્કાલીક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. માત્ર 41 વર્ષની ઉંમરમાં દીપેશનું અચાનક નિધન લોકો માટે કોઈ શોકથી ઓછું નથી.
'ભાભીજી ઘર પર હૈ' ઉપરાંત તેમણે 'કોમેડી કા કિંગ કોન', 'ચેમ્પ' અને 'સુન યાર ચિલ માર' જેવા ઘણા શોમાં કામ કર્યું હતું. દીપેશ ઘણા વર્ષથી ટીવી શોમાં નાના-નાના રોલ કરતા આવ્યા હતા. લોકોને તેમના ઘણા પાત્રો યાદ પણ રહી ગયા, પરંતુ ઘણા ઓછા લોકોને યાદ છે કે તેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર પણ જોવા મળ્યા હતા.
તારક મહેતામાં આ હતો દીપેશનો રોલ
ટીવીની સૌથી જુના અને પોપ્યુલર શોમાંથી એક તારક મહેતા પર દીપેશે જેઠાલાલનો કેસ લડનાર વકીલ પ્યારે મોહનનો રોલ નિભાવ્યો હતો. વર્ષ 2013 માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં એક ખુબ રમૂજી સ્ટોરી લાઈન આવી હતી, જેમાં દીપેશનો રોલ ખુબ જ મહત્વપૂર્ણ હતો.
જેઠાલાલ અને ગુલાબોના લગ્ન
શો પર આવેલા એક ટ્વિસ્ટમાં કંઇક એવું હતું કે, અચાનક ગોકુલધામ સોસાયટી પહોંચેલી એક મહિલા ગુલાબોએ દાવો કર્યો હતો કે તે જેઠાલાલની પહેલી પત્ની છે. જ્યારે ગુલાબો તેના દાવથી પાછી હટી રહી ન હતી ત્યારે જેઠાલાલે તે કેસને કોર્ટમાં પડકાર આપ્યો હતો અને કોર્ટમાં તેમના વકીલ હતા પ્યારે મોહન, જેનું પાત્ર દીપેશ ભાને નિભાવ્યો હતો.
હકીકતમાં જેઠાલાલ તેમના લગ્નથી પહેલા બેચલરહુડના છેલ્લા કેટલાક દિવસો માણવા મિત્રો સાથે કાશ્મીર ગયા હતા. જ્યાં તેમણે એક ફિલ્મના શૂટિંગમાં લગ્નના એકદમ નાના સીનમાં દેખાવા માટે પોતાનો હાથ ઉઠાવ્યો હતો.
લગ્નના તે સીનમાં તેમની પત્નીના રોલમાં ગુલાબો હતી. આ ફિલ્મ તો ક્યારે પણ રીલિઝ થઈ નથી, પરંતુ લગ્નના તે સીનના કારણે ગુલાબોના રીયલ લાઈફમાં ક્યારેપણ લગ્ન થયા નહીં. તેથી કોઈ વિકલ્પ ન દેખાતા તે ગોકુલધામ સોસાયટીને શોધી જેઠાલાલના દરવાજે પહોંચી હતી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ રમૂજી સ્ટોરીલાઈનનો અંત આ રીતે થયો કે કોર્ટમાં જ્યારે જેઠાલાલ નિર્દોશ સાબિત થયા અને ગુલાબોના લગ્નનો દાવો ખોટો સાબિત થયો. પરંતુ કેસ હારી ગયા છતાં માત્ર એક ફિલ્મી સીનના ચક્કરમાં એકલી રહેલી ગુલાબો પ્રત્યે દરેકને સહાનુભૂતિ થાય છે.
અંતે જેઠાલાલના વકીલ પ્યારે મોહન જ તેની સાથે લગ્ન કરી લે છે. દીપેશે પ્યારે મોહનના પાત્રમાં ખુબ જ જોરદાર કામ કર્યું હતું અને આખી સ્ટોરીનો માહોલ સર્જાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે