'દે દે પ્યાર દે'નું નવું ગીત રિલીઝ, અજયનો પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે ડબલ રોમાન્સ

અજય દેવગન ફરીવાર પોતાની દમદાર સ્ટાઇલથી બોક્સઓફિસ ગજવવા આવી રહ્યો છે. તેની આગામી ફિલ્મ દે દે પ્યાર દેનું લેટેસ્ટ સોંગ 'મુખડા વેખ કે' રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં અજય દેવગનની ગજબની સ્ટાઇલ દેખાઈ રહી છે.

'દે દે પ્યાર દે'નું નવું ગીત રિલીઝ, અજયનો પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે ડબલ રોમાન્સ

નવી દિલ્હી : અજય દેવગન ફરીવાર પોતાની દમદાર સ્ટાઇલથી બોક્સઓફિસ ગજવવા આવી રહ્યો છે. તેની આગામી ફિલ્મ દે દે પ્યાર દેનું લેટેસ્ટ સોંગ 'મુખડા વેખ કે' રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં અજય દેવગનની ગજબની સ્ટાઇલ દેખાઈ રહી છે. આમાં તે પત્ની તબ્બુ અને ગર્લફ્રેન્ડ રકુલ પ્રીત સિંહ સાથે જોવા મળી રહ્યો છે. 

ફિલ્મના ગીતમાં પ્રણયત્રિકોણ સ્પષ્ટ દેખાય છે. આમાં અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીત સિંહ જબરદસ્ત અંદાજમાં ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો અજય પત્ની તબ્બુ અને ગર્લફ્રેન્ડ રકુલ પ્રીત સિંહ સાથે ફ્લર્ટ કરતા જોવા મળી રહ્યો છે. આ એક પાર્ટી બેઝ સોન્ગ છે અને એમાં પંજાબી છાંટ છે. આ ગીતને સિંગર મિકા સિંહ અને ધ્વનિ ભણસાલી છે. આમાં સંગીત માંજને આપ્યું છે અને એને ટી સિરીઝના બેનર હેઠળ લોન્ચ કરવામાં આવ્યું છે. 

આ ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તબ્બુ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા મહિને 17 મેના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં તબ્બુ સાથે એક વખત પરણી ચુકેલા અજય દેવગનનો તેનાથી બહુ નાની વયની રકુલ પ્રીત સિંહ સાથેનો રોમેન્સ દેખાડવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news