Critics choice Awards 2023: ગોલ્ડન ગ્લોબ પછી RRR એ દુનિયામાં વગાડ્યો ડંકો, બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો એવોર્ડ જીત્યો
Critics choice Awards 2023: RRR ફિલ્મે ફરી એકવાર ગ્લોબલ પ્લેટફોર્મ પર ભારતનું નામ ઉંચુ કરી દીધું છે. ગોલ્ડન ગ્લોબ જીત્યા પછી રાજામૌલીની ફિલ્મ RRRએ બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જીત્યો છે.
- S.S.રાજામૌલીની ફિલ્મ RRRનો જલવો
- બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જીત્યો
- RRR ફિલ્મે દુનિયામાં ફરી ડંકો વગાડ્યો
- ગોલ્ડન ગ્લોબ બાદ વધુ એક એવોર્ડ હાંસલ કર્યો
Trending Photos
Critics choice Awards 2023: S.S. રાજામૌલીની ફિલ્મ RRRનો દુનિયાભરમાં ડંકો વાગી રહ્યો છે. RRR ફિલ્મે ફરી એકવાર ગ્લોબલ પ્લેટફોર્મ પર પર ભારતનું નામ ઉંચુ કરી દીધું છે. ગોલ્ડન ગ્લોબ જીત્યા પછી રાજામૌલીની ફિલ્મ RRRએ બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જીત્યો છે.
આ પણ ખાસ વાંચોઃ
RRR ફિલ્મે ભારતને ગૌરવ અપાવ્યું:
ક્રિટિક્સ ચોઈસ એવોર્ડના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ ગૂડ ન્યૂઝને શેર કરી છે. ટ્વીટમાં લખ્યું છે કે RRR ફિલ્મના કાસ્ટ એન્ડ ક્રૂને ખૂબ ખૂબ શુભેચ્છા. ફિલ્મે બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ પોતાના નામે કર્યો છે.
Cheers on a well deserved win @RRRMovie 🥂! pic.twitter.com/f3JGfEitjE
— Critics Choice Awards (@CriticsChoice) January 16, 2023
RRRએ આ ફિલ્મોને પછાડી:
એસએસ રાજામૌલીની ફિલ્મ RRRનો મુકાબલો ઓલ ક્વાઈટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ, આર્જેન્ટીના 1985, બાર્ડો, ક્લોઝ અને ડિસીઝન ટુ લીવ જેવી ફિલ્મો સાથે થયો. પરંતુ આ બધી ફિલ્મોને પછાડીને RRR ફિલ્મે બેસ્ટ ફોરેન લેંગ્વેજ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ પોતાના નામે કરી લીધો.
આ પણ ખાસ વાંચોઃ
હાથમાં ટ્રોફી સાથે જોવા મળ્યા એસએસ રાજામૌલી:
ક્રિટિક્સ ચોઈસ એવોર્ડના ઓફિશિયલ ટ્વિટર પર એસએસ રાજામૌલીનો એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં તે હાથમાં ટ્રોફી લઈને ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આ ક્ષણ માત્ર RRR ફિલ્મ માટે જ નહીં પરંતુ ભારતીય સિનેમા માટે અત્યંત ખાસ છે. આ પહેલાં લોસ એન્જેલસમાં યોજાયેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં RRRના નાટૂ નાટૂ સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ જીત્યો હતો.
આ પણ ખાસ વાંચોઃ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે