કોરોનાના ડર વચ્ચે હિરોઇને ઇન્સ્ટાગ્રામ પર નાખ્યો પોતાનો અંગત વીડિયો,  થયો વાયરલ 

કોરોના વાયરસે આખા દેશના લોકોના મનમાં ડર પેદા કરી દીધો છે અને આ ડર સતત વધી રહ્યો છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ આ વાયરસથી પોતાને સુરક્ષિત કરવામાં લાગ્યા છે. 

કોરોનાના ડર વચ્ચે હિરોઇને ઇન્સ્ટાગ્રામ પર નાખ્યો પોતાનો અંગત વીડિયો,  થયો વાયરલ 

મુંબઈ : કોરોના વાયરસે આખા દેશના લોકોના મનમાં ડર પેદા કરી દીધો છે અને આ ડર સતત વધી રહ્યો છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ આ વાયરસથી પોતાને સુરક્ષિત કરવામાં લાગ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડનનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રવીના મોઢા પર માસ્ક પહેરીને ટ્રેનમાં મુસાફરી કરતા દેખાઈ રહી છે. 

આ વીડિયોમાં રવીના ટ્રેનની પોતાની સીટ સાફ કરતી જોઈ શકાય છે. રવીનાએ આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા રવીનાએ જણાવ્યું કે, ટ્રેન ચાલુ થાય તે પહેલા તમારા કેબિનને ભીના કપડા, સેનિટાઈઝરથી સાફ કર્યા બાદ આપણે વધુ કમ્ફર્ટેબલ થઈ જઈએ છીએ. સોરી કરતા સુરક્ષિત રહેવું વધારે સારું છે.

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

રવિના ટંડનનો આ વીડિયો જૂનો છે. તેણે વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. રવીનાનો આ વીડિયો હવે ખૂબ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news